તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની રસી જ્યાં સુધી શોધાય નહીં ત્યાં સુધી માસ્ક પહેરવું અેજ એકમાત્ર વિકલ્પ હોવા છતાં પણ હજુ ગુજરાતના લોકો માસ્ક પહેરવામાં પાછી પાની કરી રહ્યા છે. છેલ્લા 250 દિવસમાં માસ્ક વગરના 21.40 લાખ લોકોને પકડીને તેમની પાસેથી પોલીસે રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી. પોલીસ વડા આશિષ ભાટિયાએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે પણ જરૂરી પગલાં લેવા માટે ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. ડીજીપીએ તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તમામ પોલીસ અધિકારીઓને માસ્ક, સેિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ખાસ સૂચના આપી હતી. તેમાં પણ ખાસ કરીને રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, એસટી બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ તેમજ શાકમાર્કેટ સહિતની માર્કેટોમાં પોલીસનો પોઈન્ટ ગોઠવવા તમામ અધિકારીઓને તાકીદ કરાઈ હતી.
જાહેરનામા ભંગના 60 હજાર ગુના, 4.92 લાખ વાહન જપ્ત કરાયા
લોકડાઉનથી આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયા છે. જ્યારે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં.
કોરોનાની ગાઈડલાઈનનું પોલીસ કડક પાલન કરાવે
હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું કડક પાલન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. જેથી ડીજીપીએતમામ પોલીસ અધિકારીને લગ્ન, રાજકીય સમારોહમાં ગાઈડલાઈનનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.