કાર્યવાહી:અમદાવાદમાં 24 કલાકમાં કર્ફ્યૂ ભંગના 250 ગુના નોંધાયા, 300 લોકોની ધરપકડ કરાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 24 કલાકમાં કર્ફ્યૂ ભંગના 250 ગુના નોંધાયા, 300 લોકોની ધરપકડ કરાઈ

શહેરમાં 57 કલાકના કર્ફ્યૂમાંથી શનિવારે રાતે 9 વાગ્યા સુધીના 24 કલાકમાં પોલીસે કર્ફયૂ ભંગના 250 ગુના નોંધીને 300 વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે કર્ફયૂ દરમિયાન શહેરીજનને પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની એક પણ ઘટના બની નથી. આ ઉપરાંત છેલ્લા 3 દિવસમાં માસ્ક વિના ફરતા 1500 લોકો પાસેથી પોલીસે 15 લાખ દંડ વસૂલ્યો છે.

પોલીસ સાથે એકપણ વ્યક્તિનું ઘર્ષણ નહીં
કર્ફ્યૂ દરમિયાન ઘરની બહાર ફરવા નીકળેલા 250 લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામાં અને કર્ફ્યૂ ભંગના ગુના નોંધ્યા હતા, જેમાં કુલ 300 માણસોની ધરપકડ કરાઇ હતી. જેમાં શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 150 લોકો વિરુધ્ધ જાહેરનામા અને કર્ફ્યૂ ભંગના ગુના નોંધી 175 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે કંટ્રોલ ડીસીપી ડોકટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કર્ફ્યૂનો અમલ શરૂ થયો ત્યારથી પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાનો એકપણ બનાવ
બન્યો નથી.

લોકોને સંયમ રાખી વર્તન કરવા સૂચના
છેલ્લા 3 દિવસમાં પોલીસે માસ્ક પહેર્યા વિના નીકળેલા 1500 લોકો પાસેથી રૂ. 1000 લેખે 15 લાખનો દંડ વસૂલ કર્યો હતો, જેમાં ગુરુવારે 489, શુક્રવારે 834 અને શનિવારે 177 લોકો પાસેથી દંડ વસૂલ્યો છે. લોકડાઉન પછીનો આ કર્ફયૂ તોફાનો સંદર્ભનો નહીં, પણ કોરોના સામેની તકેદારીનો હોઇ, પોલીસને લોકો સાથે સંયમ રાખીને વર્તન કરવા ખાસ સૂચના અપાઈ છે.

34 પોલીસ કર્મી હાલ કોરોનાગ્રસ્ત
કોરોના કાળ શહેરમાં 34 પોલીસ અધિકારી-કર્મચારી હાલમાં કોરોનાગ્રસ્ત છે. જોકે અત્યારસુધીમાં કુલ 850 પોલીસ અધિકારી અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. જેમાં 9 પોલીસ કર્મચારીના મોત નિપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...