ACBની કામગીરીનો રિપોર્ટ:2021માં લાંચ લેનારા 184 સરકારી અધિકારી-કર્મચારીની ધરપકડ થઈ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અપ્રમાણસર મિલકતના 11 કેસમાં 56.61 કરોડની બેનામી સંપત્તિ મળી
  • સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર પાસેથી 2.27 કરોડ જપ્ત કરાયા
  • એસીબીએ​​​​​​​ ક્લાસ-1ના 10, ક્લાસ-3ના 140 કર્મચારી સામે કાર્યવાહી કરી

કોરોના કાળના ગંભીર સમય વચ્ચે પણ વર્ષ 2021માં ગુજરાત એસીબીએ 103 ખાનગી અને 184 સરકારી બાબુ સહિત કુલ 287 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અપ્રમાણસર મિલકતના 11 કેસ દાખલ કરી રૂ.56.61 કરોડની બેનામી સંપત્તિઓ વર્ષ દરમિયાન મળી આવી હતી.

એસીબી દ્વારા 2021ના વર્ષમાં 318 ગુનામાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, જ્યારે 3939 અરજીનો નિકાલ કરાયો હતો. 2020ના વર્ષમાં એસીબીમાં સજાનો દર 40 ટકા હતો, જે 2021માં વધીને 43 ટકા થયો છે. ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપુણ ચોકસી પાસેથી રૂ.2.27 કરોડ રોકડા મળી આવ્યા હતા, જે એસીબીના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.

  • વર્ગ-1A - 10
  • વર્ગ-2 - 25
  • વર્ગ-3 - 140
  • વર્ગ-4 - 9
  • ખાનગી - 103
  • કુલ - 287

ગૃહ વિભાગમાં સૌથી વધુ કેસ

વિભાગકેસઆરોપીલાંચની રકમ
ગૃહ497463.81 લાખ
પંચાયત294815.04 લાખ
મહેસૂલ294533.35 લાખ
શહેરી વિકાસ12191.62 લાખ
શિક્ષણ781.94 લાખ
કેન્દ્ર સરકાર7114.21 લાખ

ટોલ ફ્રી નંબર પર 116 ફરિયાદ

એસીબીમાં ફોન કરીને ફરિયાદ કરી શકાય તે માટે ટોલ ફ્રી નંબર 1064 શરૂ કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર પર 2021ના વર્ષમાં કુલ 116 ફરિયાદો આવી હતી, જેના આધારે એસીબીની ટીમોએ ટ્રેપ ગોઠવીને 25 સફળ કેસ નોંધ્યા હતા.

ટેક્નોસજ્જ થવા 90 લાખ ફાળવાયા
એસીબીને ડિજિટલ સાધન સામગ્રી ખરીદવા માટે રાજ્ય સરકારે 90.40 લાખ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં ફોરેન્સિક વર્ક સ્ટેશન, એનાલિસિસ એન્ડ ડેટા વિજ્યુલાઇઝેશન મોડ્યુલ, ડેટા બેઝ ડ્રિવન ફોરેન્સિક એનાલિસિસ સોફટવેર, મોબાઇલ ડિવાઇસ ડેટા એક્સપ્રેશન ડિવાઇસ અને સોશિયલ ઈ- ડિસ્કવરી સોફટવેરની ખરીદી કરવામાં આવી છે.

કોન્સ્ટેબલ રૂ. 50 લાખની લાંચ લેતા પકડાયો
થોડા સમય પહેલા એસીબીએ અમદાવાદ રેન્જના આરઆર સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહને આણંદમાંથી રૂ.50 લાખ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. આ ઘટનાના પગલે આરઆર સેલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી જતા સરકારે તમામ રેન્જ ડીઆઈજીની આરઆર સેલ કાયમ માટે બંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...