તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ફોર્મ્યુલા:કચ્છનો અનુભવ કોરોનામાં મોદીને કામ લાગ્યો, ધ્યેય એક જ - ‘આફતને અવસરમાં પલટો’

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશને સંબોધન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Divya Bhaskar
દેશને સંબોધન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં 2001ના ગુજરાતના ભૂકંપને યાદ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તે સમયે ગુજરાતને મજબૂતીથી બેઠું કર્યું હતું. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે 2001ના ભૂકંપ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તે સમયે તેમણે ભૂકંપની આફતને અવસરમાં પલટી નાખવા માટે એક ચોક્કસ ધ્યેય નક્કી કર્યો હતો. જેમાં સરકાર અને સંગઠન સહિત પ્રજાના સાથ-સહકારથી ગુજરાતને મજબૂતીથી આગળ વધાર્યું હતું. આમ, આફતને અવસરમાં બદલી નાખવાનો ધ્યેય નરેન્દ્ર મોદીએ 2001ના ભૂકંપથી અપનાવ્યો હતો, જે આજે દેશમાં આવેલી કોરોનાની આફત સમયે પણ સફળતાપૂર્વક પાર પડી રહ્યું છે.

આફતને અવરસમાં પલટવાનો હતો ધ્યેય
ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને ચાર લાખથી વધુ ઘરોનો વિનાશ થયો હતો. જ્યારે 1.67 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સમયે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના માથે ગુજરાતને બેઠું કરવાની જવાબદારી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ભૂકંપની આફતને અવસરમાં પલટી નાખવા માટેના ધ્યેય સાથે સરકાર અને પ્રજાની ભાગીદારીથી ગુજરાતને બેઠું કરવા માટે મહેનત કરી હતી, જેથી ગુજરાત ફરી એકવાર મજબૂતીથી બેઠું થઈ શક્યું હતું.

કોરોના સામે લડવા ભૂકંપની ફોર્મ્યુલા અપનાવી
જ્યારે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આવેલી કોરોના ની આફતને અવસરમાં પલટી નાખી દેશને કોરોનાના કહેરથી બચાવવા માટેની સફળ કોશિશનો ઉલ્લેખ કર્યો હતો. તે જોતા એમ કહી શકાય કે, આફતને અવસરમાં પલટી નાખવા માટેનો ફોર્મ્યુલા નરેન્દ્ર મોદીએ 2001ના ભૂકંપના અનુભવથી અપનાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો