આ કેવી કાર્યવાહી?:17 વર્ષમાં AMCએ 112 કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કર્યા, એકપણ અધિકારીને સજા નહીં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • કૌભાંડ બદલ 43 કોન્ટ્રાક્ટર કાયમી જ્યારે 69 એકથી ત્રણ વર્ષ માટે કાળીયાદીમાં છે
  • બ્લેકલિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરો નામ બદલીને ફરી કોન્ટ્રાક્ટ મેળવતા હોવાનો આક્ષેપ

શહેરમાં છેલ્લા 17 વર્ષથી જુદા-જુદા વિભાગ સાથે સંકળાયેલા 112 જેટલા કોન્ટ્રાક્ટરોને અત્યાર સુધીમાં બ્લેકલિસ્ટ કરાયા હતા. જેમાં ગંભીર ગુના બદલ 43 જેટલા કોન્ટ્રાક્ટરોને કાયમી બ્લેક લિસ્ટ કર્યા છે, જ્યારે 69 કોન્ટ્રાક્ટરોને એકથી ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા છે. બીજી તરફ બ્લેક લિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરો કંપનીનું બીજું નામ બનાવીને ફરીથી મ્યુનિ.માં કામગીરી શરૂ કરી દે છે.

આ બાબતે વિરોધપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, મ્યુનિ. સાથે 928 જેટલાં કોન્ટ્રાક્ટરો કામ કરે છે. તેમાં 12 ટકા જેટલાં એટલે કે 112 કોન્ટ્રાક્ટરોને તો છેલ્લાં 17 વર્ષમાં જ બ્લેક લિસ્ટ કર્યા છે. મ્યુનિ.માં 40 જેટલા કોન્ટ્રાક્ટરો તો હાલ પણ બ્લેકલિસ્ટ છે. સેન્ટ્રલ વર્કશોપ, વોટર પ્રોજેક્ટ, સેન્ટ્રલ સ્ટોર્સ, હાઉસિંગ, એસટીપી, બ્રિજ પ્રોજેક્ટના વિભાગોમાં કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ થયા છે.

વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો કે, જે કંપનીઓ બ્લેકલિસ્ટ કરાય છે, તે કંપનીના માલિકો બીજી કંપનીના નામે કામ ચાલુ કરી દે છે. જેથી બ્લેકલિસ્ટની કાર્યવાહીનો કોઇ અર્થ સરતો નથી. મ્યુનિ ઇજનેર વિભાગના કર્મચારીઓ તો નિવૃત્તિ પછી પણ કેટલીક કંપનીમાં લાઇઝનિંગ ઓફિસર કે ભાગીદાર બની જાય છે અને મ્યુનિ.માં અધિકારીઓ સાથે સાંઠગાંઠથી કામ કરે છે.

7 એડિ. ઇજનેર સામે કોઈ કાર્યવાહી નહીં
શહેરમાં 2017માં 450 કરોડના રોડ સામાન્ય વરસાદમાં જ તૂટી ગયા તથા 100 કરોડના બીટુમીન ડુપ્લિકેટનું કૌભાંડ સામે આવ્યું ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ 3 કોન્ટ્રાક્ટરે જે.આર.અગ્રવાલ, જીપીસી ઇન્ફ્રા અને આકાશ ઇન્ફ્રાને 3 વર્ષ માટે જ બ્લેકલિસ્ટ કર્યા હતા. જ્યારે 4 કોન્ટ્રાક્ટરો સામે ગંભીર આક્ષેપ હોવા છતાં તેમને છોડી દીધા હતા. જેમાં 7 એડિશનલ ઇજનેર તથા 84 જેટલા અધિકારી-કર્મીઓ સામે કોઇ પગલાં લીધા ન હતા. આ તપાસ ક્યારે પૂરી થશે તે પણ શંકાસ્પદ છે. 2015થી 2020માં વાસણામાં પંપિંગ સ્ટેશનના ઓપરેશન મેઇન્ટેનન્સની કામગીરી માટે મધ્યપ્રદેશની પેપર મિલનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા ફાઇલ ચાલી પણ પગલાં લેવાયાં નથી.

અન્ય સમાચારો પણ છે...