• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In 17 Days, 875 Cattle Were Caught Roaming On The Road But Only 75 Were Released, 42 Police Complaints Were Lodged And 4.5 Lakh Fines Were Levied For Negligence.

AMCની કાર્યવાહી:17 દિવસમાં રસ્તે રઝળતાં 875 ઢોર પકડાયાં પણ માત્ર 75ને છોડાવાયા, 42 સામે પોલીસ ફરિયાદ દાખલ કરી, બેકાળજી બદલ 4.5 લાખ દંડ વસૂલાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડબે પૂરવા લઈ જવાતાં ઢોર છોડાવી જતાં કે રઝળતાં ઢોરને ભગાડી મૂકતા 8 પશુપાલકોનાં વાહન જપ્ત કરવામાં આવ્યાં
  • 238 ઢોર પર RFID ચિપ લગાવાઈ, 7 મહિનામાં 357 પશુપાલક સામે પોલીસ ફરિયાદ પણ થઈ

શહેરમાં રખડતાં ઢોરમાં મ્યુનિ. દ્વારા ચાલુ મહિનામાં 17 દિવસમાં જ 876 જેટલા રસ્તે રખડતાં પશુઓ પકડ્યા છે. જે પૈકી 75ને જ પશુમાલિકો છોડાવી ગયા છે. જ્યારે 42 પશુમાલિકો સામે મ્યુનિ.એ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા વધુ અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રસ્તે રખડતાં ઢોર પકડી લોકોને હાલાકી ઓછી કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. નોંધનીય છેકે, શહેરમાં ચાલુ માસ દરમ્યાન રસ્તા પર ઘાસચારો વેચતી 14 જેટલી લારીઓ જપ્ત કરી 1600 કિલો જેટલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. આ અંતર્ગત 80 નોટિસ પાઠવી 62 પશુઓ પણ પકડવામાં આવ્યા છે. મ્યુનિ.એ તેમની પાસેથી 22500 જેટલો વહીવટી ચાર્જ વસુલ્યો છે.

આ ઉપરાંત શહેરમાં 876 પકડાયેલા ઢોર પૈકી 75 જેટલા ઢોરમાલિકો પાસેથી મ્યુનિ.એ 4.5 લાખનો દંડ વસૂલી તેમને રખડતાં પશુ પરત સોંપ્યા છે. મ્યુનિ.એ 238 પશુને સ્થળ પર જઇને આરએફઆઇડી ચિપ પણ લગાવવામાં આવી છે. શહેરમાં ચાલુ મહિને પકડાયેલા ઢોર પૈકી 35 ઢોર બીજી વખત પકડાયા હોવાનું બહાર આ‌વ્યું છે. જ્યારે 268 પશુને પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે. છેલ્લા 7 મહિનામાં મ્યુનિ.એ રખડતાં ઢોર મામલે 357 પશુપાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

કાર્યવાહી માટે મ્યુનિ.એ પોલીસની મદદ લેવી પડી
ઢોર પકડવા માટે જ્યારે મ્યુનિ.ની ટીમ વિસ્તારમાં આવે ત્યારે કેટલાક લોકો તેની આગળ પોતાના ટુવ્હીલર પર આગળ આગળ જઇને રસ્તે રખડતાં ઢોરને ભગાડી દે છે, અથવા તો ઢોરને છોડાવી દેતાં હોય છે. આ સ્થિતિમાં આવા તત્વો સામે પગલા લેવા માટે મ્યુનિ. દ્વારા ટ્રાફિક પોલીસની મદદ લેવાઈ હતી. જેમાં 8 જેટલા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

7 મહિનામાં પકડાયેલાં ઢોર

માસઢોર પકડ્યાદંડ વસૂલાયોબીજી વખત ઢોર પકડાયા
એપ્રિલ56337650031
મે42712252017
જૂન54424282029
જુલાઇ90757021053
ઓગસ્ટ117981079053
સપ્ટે.111092883053
ઓક્ટો.87544763035
કુલ56053499300271

​​​​​​​704 પશુની સારવાર

જાહેર રસ્તા પર બીમારીને કારણે પડી રહેલા કે અન્ય જગ્યાએ બીમાર પડેલા પશુઓ બાબતે 704 જેટલી ફરિયાદો મળી હતી. જે પૈકી 52 પશુને રસ્તા પર જ સારવાર આપવામાં આવી હતી. જ્યારે 212 પશુઓને મ્યુનિ. ઢોરવાડા ખાતે લાવીને સારવાર આપવામાં આવી હતી. શહેરમાં પશુઓ જાહેરમાં બીમાર પડતાં મ્યુનિ.ને કોલ કરીને નાગરીકો દ્વારા મદદ માગવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...