કોરોનાનો કહેર:અમદાવાદમાં 151 દિવસમાં કોરોનાના 941 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

છેલ્લા 151 દિવસમાં શહેરમાં કોરોનાના કુલ 941 કેસ નોંધાયા હતા. જોકે આ દરમિયાન એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. ઓમિક્રોન વાયરસથી લોકોમાં ડર છે, પરંતુ આ વાયરસથી જીવના જોખમની શક્યતા ઘણી ઓછી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

18 જુલાઈએ શહેરમાં કોરોનાથી છેલ્લું મૃત્યું નોંધાયું હતું. વેક્સિનના કારણે લોકોની કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વધી છે તેમજ હર્ડ ઈમ્યુનિટી વધી હોવાથી લોકોને હવે પ્રમાણમાં સારી સુરક્ષા મળે છે. ડૉક્ટરો હજુ પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપે છે.

એક અઠવાડિયા પછી કોરોનાના 20 કેસ
એક અઠવાડિયા બાદ શહેરમાં કોરોનાના એક સાથે 20 કેસ નોંધાયા છે. વિદેશથી આવેલ કોરોના શંકાસ્પદ એક દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. ઓમિક્રોનની તપાસ કરવા દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ગુરૂવારે વધુ 16,868 લોકોને રસી મૂકવામાં આવી હતી.

ડેન્ગ્યુ-ચિકનગુનિયાના સાચા આંકડા આપવા હેલ્થ કમિટીને સ્ટેન્ડિંગની સૂચના
શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ વધ્યા છે ત્યારે તેના યોગ્ય આંકડા આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્યએ પ્રશ્ન પૂછ્યો છે. પૂર્વ ડે. મેયરના પુત્ર સહિત કેટલાક મોત થયા હોવા છતાં મ્યુનિ.તંત્રે સત્તાવાર રીતે આ મૃત્યુ નોંધ દર્શાવી નહીં હોવાના મામલે પણ વિવાદ ઉભાે થયાે છે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ચાર રસ્તા સુધી ફૂટપાથનું કામ પણ તત્કાલ કરવાની સૂચના આપી છે. વટવામાં આવેલા તળાવમાં ઉભા થયેલાં 400 જેટલાં ઝૂંપડાં તત્કાલ દૂર કરવા માટે પણ સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...