તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા; જે ગત વર્ષથી 16% વધારે, 70% હિસ્સો તો માત્ર 7 જિલ્લાનો છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતની બેન્ક ડિપોઝિટ 8,81,000 કરોડ રૂપિયા
  • કોરોના પહેલાં 2019માં ડિપોઝિટ 63 હજાર કરોડ વધી, કોરોનાકાળમાં 2020માં બે ગણી વધી
  • 2016-17 પછી સૌથી વધુ સેવિંગ, ત્યારે 85 હજાર કરોડ ડિપોઝિટ વધી હતી
  • અમદાવાદમાં 35 હજાર કરોડ, સુરતમાં 16 હજાર કરોડ બેન્ક ડિપોઝિટ વધી
  • રાજ્યમાં 10 વર્ષમાં ડિપૉઝિટમાં 224%નો વધારો, વર્ષમાં 23,500 કરોડની હોમ લોન લીધી

ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ કરોડનો વધારો થયો છે. ગુજરાતીઓએ સંઘર્ષના સમયમાં પણ બચતની આદત જાળવી રાખી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 24 જૂને મળેલી ત્રિમાસિક મીટિંગમાં આ વિગતો બહાર આવી છે. 2019ના માર્ચ અંતિમ ડિપોઝિટ 6.97 લાખ કરોડ હતી. 2019-20માં રૂપિયા 63 હજાર કરોડનો વધારો થયો હતો. 2020-21માં કોરોના છતાં અગાઉના વર્ષની સરખામણીએ ડિપોઝિટમાં વધારો થયો છે.

રાજ્યના 33 જિલ્લામાંથી 6.10 લાખ કરોડ સાથે 70 ટકા ડિપોઝિટ તો 7 જિલ્લામાં જ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે. 2011માં બેન્કોમાં ડિપોઝિટનો આંકડો 2.72 લાખ કરોડ હતો, 2021માં ચાર ગણો વધી 8.81 લાખ કરોડ થયો છે. કોરોનાકાળમાં સૌથી વધુ અમદાવાદમાં 35 હજાર કરોડની ડિપોઝિટનો વધારો છે. વડોદરામાં 16 હજાર કરોડ, જ્યારે સુરતમાં 13 હજાર કરોડનો વધારો છે.

સૌથી વધુ ડિપોઝિટ ધરાવતા 7 જિલ્લા

જિલ્લા

એક વર્ષમાં ડિપોઝિટમાં થયેલા ફેરફાર

મહિનામાર્ચ 2020માર્ચ 2021વધારો
અમદાવાદ2.05 લાખ કરોડ2.40 લાખ કરોડ35 હજાર કરોડ
વડોદરા89.90 હજાર કરોડ1.06 લાખ કરોડ16 હજાર કરોડ
સુરત74.70 હજાર કરોડ87 હજાર કરોડ13 હજાર કરોડ
રાજકોટ50 હજાર કરોડ56 હજાર કરોડ6 હજાર કરોડ
કચ્છ38.03 હજાર કરોડ43 હજાર કરોડ4.97 હજાર કરોડ
આણંદ31.52 હજાર કરોડ35 હજાર કરોડ3.48 હજાર કરોડ
ગાંધીનગર33.44 હજાર કરોડ43 હજાર કરોડ9.56 હજાર કરોડ

(સંદર્ભ - એસએલબીસી)

સૌથી ઓછી ડિપોઝિટ ધરાવતા 8 જિલ્લા

જિલ્લાડિપોઝિટ
ડાંગ778 કરોડ
નર્મદા2.40 હજાર કરોડ
બોટાદ2.69 હજાર કરોડ
છોટાઉદેપુર2.80 હજાર કરોડ
તાપી3.90 હજાર કરોડ
મહીસાગર4.02 હજાર કરોડ
અરવલ્લી4.39 હજાર કરોડ
દ્વારકા5.21 હજાર કરોડ

10 વર્ષમાં ડિપોઝિટમાં 6 લાખ કરોડનો વધારો

વર્ષડિપોઝિટ
માર્ચ 20112.72 લાખ કરોડ
માર્ચ 20123.17 લાખ કરોડ
માર્ચ 20144.28 લાખ કરોડ
જૂન 20154.98 લાખ કરોડ
જૂન 20165.83 લાખ કરોડ
માર્ચ 20176.23 લાખ કરોડ
માર્ચ 20196.97 લાખ કરોડ
માર્ચ 2027.60 લાખ કરોડ
જૂન 20207.85 લાખ કરોડ
માર્ચ 20218.81 લાખ કરોડ

​​​​​​​(સંદર્ભ - SLBC અને આર્થિક સામાજિક સમીક્ષા)

2.40 લાખ લોકોએ રૂ. 23,500 કરોડની હાઉસિંગ લોન લીધી
2019-20માં 8.57 લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોને રૂ. 15 હજાર કરોડની લોન આપવામાં આવી હતી. 2020-21માં 7.87 લાખ મહિલા સાહસિકોને રૂ. 20 હજાર કરોડની લોન અપાઇ છે. હાઉસિંગ ફાઇનાન્સ હેઠળ 2019-20માં 2.76 લાખ લોકોને રૂ. 22 હજાર કરોડની લોન આપવામાં આવી હતી, જે 2020-21માં વધીને 23500 કરોડ થઇ છે. કુલ 2.40 લાખ લોકોને લોન આપવામાં આવી છે.

9 મહિનામાં ગુજરાતમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 121%નો વધારો
2021નાં ત્રણ ક્વાર્ટરમાં રાજ્યમાં UPI દ્વારા થતા પેમેન્ટમાં 120 ટકાનો વધારો થયો છે. જૂન 2020માં ઓલનાઇન ટ્રાન્ઝેક્શનનો આંકડો રૂપિયા 12.75 કરોડ હતો, જે વધીને માર્ચ 2021માં રૂ. 28.12 કરોડ થઇ ગયો છે. ઓનલાઇન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમની સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...