ગુજરાતમાં રસીકરણની સ્થિતિ:1 મહિનામાં પહેલો ડોઝ લેનારા 2%, બીજો ડોઝ લેનારા 19% વધ્યા; 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં કુલ રસીકરણ 7.79 કરોડ થઇ ગયું છે જેમાંથી 4.55 કરોડને પહેલો ડોઝ જ્યારે 3.24 કરોડને બન્ને ડોઝ મળી ગયા છે. રાજ્યની 18 વર્ષ ઉપરની વસતી 4.93 કરોડ મુજબ, 92.10 ટકાને પહેલો ડોઝ અને 67 ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. ગત 21મી ઓક્ટોબરે દેશમાં 100 કરોડ રસીકરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 47 ટકા લોકોને બન્ને ડોઝ મળ્યો છે. 21મી ઓક્ટોબરના આંકડા ઓ પ્રમાણે, 4.42 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.35 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે.

હાલની સ્થિતિએ, રાજ્યમાં 4.55 કરોડને પહેલો ડોઝ અને 3.24 કરોડ બન્ને ડોઝ અપાયા છે. એ વખતે કુલ રસીકરણનો આંકડો 6.76 કરોડ હતો જે વધીને હાલમાં 7.79 કરોડ થયો છે. છેલ્લા એક મહિનામાં પહેલો ડોઝ મેળવનાર લોકોની સંખ્યા માત્ર 13 લાખ જ છે જ્યારે 89 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. એક મહિનામાં પહેલો ડોઝ મેળવનાર લોકોની ટકાવારીમાં માત્ર બે ટકાનો જ વધારો થયો છે. બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં પહેલા ડોઝની 100 ટકા સિદ્ધિમાં 8 ટકા હજૂ ઓછા છે જે પૂર્ણ કરવામાં તંત્રને લોઢાના ચણા ચાવવા પડશે એ નક્કી છે.

18થી 45 વયજૂથમાં 84%ને પહેલો જ્યારે 52%ને બન્ને ડોઝ

કેટેગરી18-45 વર્ષ45થી ઉપરકુલ
વસતી3.09 કરોડ1.83 કરોડ4.93 કરોડ
પહેલો ડોઝ2.61 કરોડ1.73 કરોડ4.55 કરોડ
ટકા849592
બીજો ડોઝ1.62 કરોડ1.38 કરોડ3.24 કરોડ
ટકા537567

(સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન વર્કર, ફ્રન્ટલાઇન સામેલ છે.)

છેલ્લા મહિનામાં 95 લાખ રસીકરણ કરાયું

તારીખ21 ઓક્ટોબર22 નવેમ્બર1 મહિનામાં વધારો
પહેલો ડોઝ4.42 કરોડ4.55 કરોડ13 લાખ
બીજો ડોઝ2.35 કરોડ3.24 કરોડ89 લાખ
કુલ રસીકરણ6.76 કરોડ7.79 કરોડ1.02 કરોડ

​​​​​​​પુરુષોમાં રસીકરણ વધારે
કોવિન ડેશબોર્ડ પ્રમાણે, રાજ્યમાં કુલ રસીકરણમાંથી 4.21 કરોડ પુરુષોને જ્યારે 3.50 કરોડ મહિલાઓને રસીકરણના ડોઝ અપાયા છે. છેલ્લા કેટલાક સમયનો ટ્રેન્ડ જોવામાં આવે તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ વધારે થયું છે.

543 દિવસના સૌથી ઓછા કેસ, મૃત્યુમાં ઘટાડો

અન્ય સમાચારો પણ છે...