તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • In 1 Month Of Marriage, Both The Kidneys Of The Husband Have Failed, 2800 Times Dialysis Has Been Done But The Wife Has Become A Shadow.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન સ્પેશિયલ:લગ્નના 1 માસમાં પતિની બંને કિડની ફેલ, 2800 વાર ડાયાલિસિસ થયું પણ પત્ની પડછાયો બની સેવા કરે છે

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
 • કૉપી લિંક
તસવીર: શ્વેતા અને ઉમેશ. - Divya Bhaskar
તસવીર: શ્વેતા અને ઉમેશ.

બરાબર 20 વર્ષ પહેલા ઉમેશ અને શ્વેતાના લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ ઉમેશની બંને કિડની ફેલ થયાનું નિદાન થયું હતું. ઉમેશના પરિવારે વહુના પગલા અપશુકનિયાળ ગણાવી શ્વેતાને ટોણા મારી દંપતીને ઘરમાંથી કાઢી મૂક્યું હતું. પતિની સારવારની મોટી જવાબદારી હોવાથી શ્વેતાએ માતા બનવાનું માંડી વાળ્યું હતું.

ડાકોરમાં રહેતા શ્વેતા દેસાઈના લગ્ન 1 ડિસેમ્બર 2001માં ઉમેશ સાથે થયા હતા. તે દિવસથી માંડી આજ સુધી શ્વેતા ઉમેશનો પડછાયો બની 24 કલાક ખડેપગે સેવા કરી રહી છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં 20 વર્ષમાં ઉમેશનું 2800 વખત ડાયાલિસિસ થયું છે. એક વ્યક્તિનું આટલી વખત ડાયાલિસિસ થવું તે પણ એક રેકોર્ડ છે. ઉમેશના લાંબા જીવનના આયુષ્યની કલ્પના અને સંઘર્ષની વાત કરતા શ્વેતાના આંખમાં ઝળઝિળયાં આવી જાય છે તે કહે છે કે, ઉમેશના પરિવારે ભલે અમને તરછોડ્યા હોય, પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી ઉમેશની સેવા કરીશ.

કોરોનાથી 49 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું
કોરોના દરમિયાન ઉમેશને 49 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રખાયા હતા. ફેફસા નબળા પડી ગયા હોવાથી ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. ઉમેશને સતત ઓક્સિજન આપવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પણ શ્વેતાએ ઉમેશનો સાથ છોડ્યો નહોંતો અને જેટલા દિવસ ઉમેશ હોસ્પિટલમાં દાખલ રહ્યાં ત્યાં સુધી તેણે સેવા કરી.

નિયમિત ડાયાલિસિસનો કોઈ વિકલ્પ નથી
કિડની ઈિન્સ્ટટ્યૂટના ડાયરેક્ટર ડો. વિનિત મિશ્રાના જણાવ્યા અનુસાર ફ્રાન્સ એવો દેશ છે જ્યાં મિનિમમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ત્યાં લોકો ડાયાલિસિસ ઉપર 40 વર્ષ સુધી જીવે છે. ગુજરાતમાં ડાયાલિસિસના ઈન્ટરનેશનલ પ્રોટોકોલનું પાલન થાય છે. જે લોકો અઠવાડિયામાં બે કે ત્રણ વખત ડાયાલિસિસ કરાવે તેમને કોઈ વાંધો આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો