ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ નજરે નિહાળનાર ગુલબર્ગ સોસાયટીના મુખ્ય સાક્ષી 20 વર્ષ બાદ બાપુનગર વિધાનસભામાં ઉમેદવાર ફોર્મ ભર્યું છે. ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોમાં અમદાવાદ શહેરમાં ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસ સાંસદ અહેસાન ઝાફરીની હત્યા થઈ તે પહેલાં તેમણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ નિવેદન આપનાર પ્રત્યક્ષ સાક્ષી ઈમ્તિયાઝ પઠાણે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. જનતાદળ યુનાઈટેડ (JDU)માંથી તે ચૂંટણી લડી રહ્યા છે.
ઈમ્તિયાઝ ગુલબર્ગ સોસાયટીમાં હતો
ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2002માં અમદાવાદના અસારવા ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં એક હિંસક ટોળાંએ હુમલો કર્યો હતો અને તે સમય સોસાયટીમાં રહેતા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીને આ ટોળું ખેંચી ગયું હતું, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. આ સમયે આ જગ્યાએ ઈમ્તિયાઝ ખાન પઠાણ જાફરી સાથે હતા અને આ સમયે બચાવ માટે અનેક લોકોને ફોન કર્યા હતા. આ સમગ્ર હત્યાકાંડ બાદ આ સમગ્ર મામલાની તપાસ એસઆઇટીએ કરી અને કોર્ટમાં કેસ ચાલવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટ સમક્ષ મુખ્ય સાક્ષી બનનાર ઇમ્તિયાઝ પઠાણ હતા.
હાલ એર કન્ડિશન રિપેરિંગ કરી ગુજરાન ચલાવે છે
પઠાણ ગોધરા કાંડ બાદ થયેલા ગુલબર્ગ કાંડના મુખ્ય સાક્ષી હતા. તેમજ તેમણે કોર્ટ સમક્ષ એવી પણ વાત કરી હતી કે, સાંજે મદદ માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ સમગ્ર મામલે ચર્ચામાં રહેલા ઈમ્તિયાઝ પઠાણ હાલ એર કન્ડિશન રિપેરિંગ કરવાનું કામ કરે છે. જ્યારે એમના પરિવારના પણ અનેક લોકોનો મોત આ ગુલબર્ગ હત્યાકાંડમાં થયું હતું.
હત્યાકાંડ બાદ નાસીને બાપુનગર દોડી ગયો
ઈમ્તિયાઝ પઠાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના કારણે મારું ઘર સળગી ગયું અને હું ત્યાંથી ભાગીને એક દિવસ બાદ હું બાપુનગર વિસ્તારમાં મારી બહેનને ત્યાં આવ્યો. જ્યાં મને નવું જીવન મળ્યું. અહીંયા જ મને ફરીથી જીવવાનો વિચાર આવ્યો અને મેં અહીંયા જ લગ્ન કર્યા છે. હવે અત્યાર સુધી અમને કોઈ પણ પક્ષે મદદ કરી નથી. હું એ આઈ એમ એમ પણ ત્યાં પણ મને કોઈ મહત્વ મળી નહીં. હવે હું સામાજિક કાર્યકર બનીને લોકોની મદદ કરવા માગું છું. હું આ વિસ્તારમાં લોકોને તમામ જ્ઞાતિ ધર્મ સાથે રહીને લોકો ની મદદ માટે વિધાનસભામાં ઉમેદવારી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.