તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતીના કોષાધ્યક્ષ અને ગુજરાતના સાંસદ અહમદભાઈ પટેલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં કોરોના પ્રભાવિત માંદગીની સારવાર માટે બે દિવસ પહેલા ICUમાં દાખલ થયા હતા. જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું co2 અને creatinine ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે. દેશના તમામ ટોચના નેતાઓ સહીતના આગેવાનો એહમદ પટેલના પરિવાર તથા નિકટના લોકો સાથે સતત સંપર્કમાં છે.
ગઈ કાલે તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા
કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલને કોરોના થયો હતો, તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોરોનામાંથી બહાર આવી ગયા પછી તેમની તબિયતમાં થોડા કોમ્પ્લિકેશન થયા હતા. જેને કારણે તેમની તબિયત એકાએક લથડતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે, જ્યાં તેમને વેન્ટિલેટર પર લેવા પડયા છે. તેમની તબિયત લથડતા ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા દિલ્હી દોડ્યા હતા. સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ દોડ્યા હતા.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.