હાઈકોર્ટનો આદેશ:2019ની GPSCની પરીક્ષાના વિવાદ મુદ્દે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ, અનામત કેટેગરીમાં આવતી મહિલાને માર્ક્સ મુજબ પોસ્ટ આપો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેરિટવાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં: હાઈકોર્ટ

વર્ષ 2019માં લેવાયેલી GPSCની પરીક્ષાના વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હાઈકોર્ટે અનામત કેટેગરીમાં આવતી મહિલાને એના પાસિંગ માર્ક્સ મુજબ પોસ્ટ મળે તેવો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટનું આદેશમાં મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, અનામત કક્ષામાં આવતા મેરિટવાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં.

મહિલા માટે 2 અઠવડિયામાં DYSPની પોસ્ટ માટે ભલામણ કરો
સાથે જ હાઈકોર્ટે સરકારને એવો પણ આદેશ કર્યો કે, એસ.સી. કેટેગરીમાં આવતી મહિલા માટે 2 અઠવડિયામાં DYSPની પોસ્ટ માટે ભલામણ કરો. એસ.સી. કેટેગરીમાં આવતી ઉમેદવારે પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ કરતા પણ વધુ માર્ક્સ મેળવ્યા છતાંય એને ચોઇસ મુજબ DYSPની પોસ્ટ ન મળી. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારના માર્ક્સ ઓછા હોવા છતાંય એને DYSPની પોસ્ટની ચોઇસ આપવામાં આવતા હાઇકોર્ટમાં અરજી થઈ હતી.

શું છે મામલો
અરજદારે પ્રિલિમ પરીક્ષા આપી હતી અને તેમને સફળ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 4997 ઉમેદવારોમાં અરજદારે 95 માર્ક્સ મેળવ્યા હતા. જ્યારે જનરલ માટે કટ ઓફ માર્ક્સ શ્રેણી સ્ત્રી અને અનુસૂચિત જાતિ વર્ગ સ્ત્રી 90.15 હતી. ત્યારબાદ અરજદાર મુખ્ય પરીક્ષામાં હાજર થયા હતા. 4997 ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવી હતી. ST કેટેગરીના અરજદારે કુલ 477.75 માર્ક્સ સાથે 43મો ક્રમ મેળવ્યો હતો. જ્યારે બિનામત ઉમેદવારને 461.75 ગુણ અને 110મો ક્રમ મળ્યો હતો. જેથી અરજદારની ફરિયાદ હતી કે તેને DSPની પોસ્ટની પસંદગી મળવી જોઈએ કારણ કે તેના માર્ક્સ અન્ય ઉમેદવાર કરતા વધારે છે. જોકે તેની બદલે તેને રાજ્યના મદદનીશ ટેક્સ કમિશનરની પસંદગી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...