તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCનું હાઇકોર્ટમાં સોગંદનામું:ફાયર સેફ્ટીને લઈને મહત્વનો ખુલાસો - અમદાવાદ શહેરમાં 46 ટકા કરતાં વધુ બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી જ નથી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

મહાનગરપાલિકાઓએ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામા રજૂ કર્યાં છે. અમદાવાદ મ્યુનિ.એ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યા મુજબ, શહેરમાં 46 ટકા કરતાં વધુ ઇમારતો પાસે ફાયર એનઓસી નથી. શહેરમાં કુલ 10,329 ઇમારત પૈકી 4784માં ફાયર એનઓસી નથી. જ્યારે ઘણી ઇમારતોને એનઓસી આપી શકાય તેવું સ્ટ્રકચર ધરાવતી નથી. વધુ સુનાવણી 11 જુને હાથ ધરાશે.

1852 હોસ્પિટલ પૈકી 374 હોસ્પિટલોમાં ફાયર એનઓસી જ નથી
સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે 1852 હોસ્પિટલ અને ક્લિનિક પૈકી 374 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી. 2425 સ્કૂલો પૈકી 1353 પાસે વેલિડ એનઓસી નથી. 3165 રહેણાક ઇમારતો પૈકી 1876 ઇમારતો પાસે એનઓસી નથી. 1344 પૈકી 663 રહેણાક કમ કોમર્શિયલ ઇમારતો પાસે એનઓસી નથી.

સુરતમાં 252 ઇમારત પાસે NOC નથી
સુરત કોર્પોરેશને રજૂ કરેલા સોંગદનામામાં રજુઆત કરાઇ છે કે 56 રહેણાક ઇમારતો, 252 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર ઓનઓસી નથી. જ્યારે 22 હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી.

પોલીસભવને અરજીની તસ્દી જ ન લીધી
ગાંધીનગર કોર્પોરેશને અનેક વખત નોટિસ આપી છતાં પોલીસ ભવને આજદીન સુધી એનઓસી મેળવવા અરજી કરી નથી. નવા સચિવાલય અને કૃષિભવને પણ હજુ સુધી એનઓસી લેવા માટે અરજી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...