નિર્ણય:પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, કાયદો ગમે તે હોય પણ પ્લાસ્ટિક ઉપયોગ બંધ થવો જોઈએ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પહેલી જુલાઇ 2022થી તમામ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકાશે: રાજ્ય સરકાર

રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગને લઈને મોટી અને મહત્વની વાત સામે આવી છે. પહેલી જુલાઇ 2022થી તમામ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકાશે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે આ નિવેદન આપ્યું છે. પ્લાસ્ટિકની લેયર સાથેના પેપર કપ, ડીશ અને ગ્લાસ જેવી વસ્તુઓ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ આ મહત્વની વાત મૂકી છે. આ દરમિયાન કોર્ટે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કાયદો ગમે તે હોય પણ પ્લાસ્ટિક ઉપયોગ બંધ થવો જોઈએ

જુલાઇ 2022થી તમામ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકાશે
જસ્ટિસ જે.બી પારડીવાલા અને રાજ્ય સરકાર તરફથી કોર્ટ સમક્ષ નિવેદન કરવામાં આવ્યું છે કે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પહેલી જુલાઇ 2022થી તમામ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકાશે. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી પારડીવાલાએ ટકોર કરી કે પ્લાસ્ટિક તો હવે બંધ જ થઇ જવું જોઇએ, કાયદો ભલે ગમે એ હોય. GPCBએ પેપર કપના ઉપયોગ પર રોક અંગે કરેલ પરિપત્રનો, પોતે જ અમલ ન કરવામાં આવતો હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. જોકે મહત્વની વાત એ છે કે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીએ પણ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધની વાતને પડકવામાં આવી છે.

પ્લાસ્ટિકની લેયર નોન-રિસાઇકલેબલ હોય છે
પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ વસ્તુઓ પર પ્રતિબંધની માગ કરતી જાહેરહિતની અરજીમા ઉલ્લેખ કરાયો છે કે પેપરના કપ અને ગ્લાસ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વાપરવામાં આવે છે, જોકે આ પેપર કપમાં પણ પ્લાસ્ટિકની પાતળી લેયર હોય છે, જે નોન-રિસાઇકલેબલ હોય છે. તેથી આ પ્રકારના કપ કે ગ્લાસના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવો જોઈએ. આવા પેપર કપમાં ગરમ કે ઠંડા પીણાંનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં રહેલી પ્લાસ્ટિકની લેયર કેમિકલ છોડે છે, જે જોખમકારક સાબિત થઈ શકે છે. આ મામલે 21 જાન્યુઆરી એ વધુ સુનાવણી હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...