ખાદ્યતેલોના ભાવ ઘટશે:આયાત ડ્યૂટી 17.5%માં 5 ટકાનો ઘટાડો કરી 12.5% કરવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકારે 9 એગ્રી કોમોડિટીના વાયદા પર પ્રતિબંધ મુક્યા બાદ આયાતી ખાદ્યતેલોની ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે જેના કારણે સ્થાનિકમાં ખાદ્યતેલોની કિંમત ઘટે તેવી સંભાવના છે. ખાદ્યતેલોનો પુરવઠો વધે તે માટે રિફાઇન્ડ પામતેલની આયાત ડ્યૂટી 17.5 ટકાથી ઘટાડી 12.5 ટકા કરી દેવામાં આવી છે. દેશમાં તેલીબિયા પાકોના ઉત્પાદનમાં વધારો થશે તેવા સંકેતો છે. ખરીફ સિઝનમાં કપાસિયા અને સિંગતેલની નવી આવકોના કારણે ભાવ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યાં છે. સિંગતેલનો ડબ્બો અમદાવાદ ખાતે 2390, કપાસિયાતેલનો ડબ્બો 2120 બોલાઇ ગયો છે.

ખાદ્યતેલોના ભાવની સ્થિતિ

ખાદ્યતેલભાવ
સિંગતેલ2270-2390
કપાસિયા તેલ2080-2120
પામતેલ1850-1900
સન ફ્લાવર2050-2100
સોયાતેલ2050-2180

​​​​​​​(નોંધ : ભાવ અમદાવાદ ડબ્બાના)

અન્ય સમાચારો પણ છે...