તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ ‘કોરોના કર્ફ્યૂ’:રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા 100થી વધુ નગરો અને ગામોમાં ક્યાંક સંપૂર્ણ તો ક્યાંક આંશિક લોકડાઉનની અમલવારી ચાલુ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજ્યના ગામોમાં લોકડાઉન જેવો માહોલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજ્યના ગામોમાં લોકડાઉન જેવો માહોલ - ફાઇલ તસવીર

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રી કફર્યૂનો અમલ કરવાની સાથે નગરો અને ગામોમાં પણ ક્યાંક પૂર્ણ તો ક્યાંક અંશત: લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે. સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે રાજ્યના 100થી વધુ ગામોમાં સ્થાનિક તંત્ર, વેપારીઓ દ્વારા જુદા જુદા સમયે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.

આણંદ જિલ્લો

 • દાવોલઃ બપોરના 12થી 6 અને રાત્રે 8 થી બીજા દિવસે સવારના 6 સુધી
 • પામોલ: બપોર 12થી 6, રાત્રે 8થી સવારે 6
 • વિરસદ: બપોરના 1થી 6
 • ચાંગા: સવારે 10થી 5 અને રાત્રે 8થી સવારે 6
 • મલાતજ: બપોરે 12થી સવારે 6
 • કોઠાવી: સવારે 10થી 5, રાત્રે 8થી સવારના 6
 • રાલજ: સવારે 11થી બીજા દિવસે સવારે 6 સુધી
 • ઉંદેલ: રાત્રે 8થી સવારના 5 સુધી
 • કાસોર: સવારે 10થી સાંજે 5, રાત્રે 8થી સવારના 6
 • પણસોરા: બપોરે 1થી સવારના 6
 • સીમરડા: બપોરના 12થી સવારના 6
 • લીંગડા: બપોરના 12થી સાંજના 5, રાત્રી 8થી સવારના 6
 • પેટલાદ: રાત્રેથી સવારના 6 સુધી બંધ.
 • બોરસદ: રાત્રેથી સવારના 6 સુધી બંધ.

ખેડા જિલ્લો

 • પીજ: સવારે 10થી સાંજે 5, સાંજના 7થી સવારના 6
 • સલુણ: બપોરના 1થી સવારના 6
 • અલિન્દ્રા: બપોરે 1થી સવારે 6 સુધી બંધ.
 • તેલનાર: બપોરે 1થી સવારે 6 સુધી બંધ.

ભરૂચ જિલ્લોઃ અંકલેશ્વરના નોટિફાઇડ વિસ્તારમાં રાત્રે 8થી સવારે 6

નર્મદા જિલ્લો

 • રાજપીપળામાં સાંજે 6થી સવારે 6
 • ડેડિયાપાડા: તા. 10થી 12 એપ્રિલ સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે.

પાટણ જિલ્લો

 • રાધનપુર: લારી ગલ્લાં સાંજે 5 અને દુકાનો સાંજે 7 વાગ્યાથી બંધ કરાશે.
 • ભાભર: શનિવારે સાંજે 6 કલાકથી સોમવારે સવારે 6 સુધી જનતા કર્ફ્યૂ
 • ચાણસ્મા: સાંજે 5 કલાકથી બજારો બંધ.

મહેસાણા જિલ્લો

 • ગોજારિયા ગામ આગામી સોમવારે સવારે 7 કલાક સુધી સંપૂર્ણ બજારો બંધ રહેશે અને 12 એપ્રિલને સોમવારથી સવારે 7થી બપોરે 1 કલાક સુધી બજારો ચાલુ રહેશે.

બનાસકાંઠા જિલ્લો

 • ડીસા: શનિવાર સાંજથી સોમવાર સવાર 6 સુધી બંધ
 • પાલનપુર: શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.

અરવલ્લી જિલ્લો: સરડોઇ આંશિક બંધ

સુરેન્દ્રનગર જિલ્લો

 • પાટડી: સાંજે 4થી બીજા દિવસે સવારે 7 સુધી
 • ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કરાયું છે.

મોરબી જિલ્લો:

 • મોરબી શહેરમાં શનિ અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. સોમવારથી શુક્રવાર બપોર પછી તમામ દુકાનો બંધ.
 • વાવડી: સવારે 7થી 9, સાંજે 2 કલાક જ દુકાનો ખુલ્લી રહેશે.
 • ખાખરેચી: સવારે 8થી 10, સાંજે 4થી 7 દુકાનો ખુલશે.
 • પાનેલી: સવારે 7થી 9 અને સાંજે 7થી 9 ચાલું.
 • બગથળા: સવારે 8થી 10, સાંજે 4થી 7 દુકાનો ખૂલ્લી રહેશે.
 • ટંકારા તાલુકો: નેકનામ, વીરવાવ, હમીરપર, કલ્યાણપર, જબલપુર સવારે 8થી 2 દુકાનો ખુલ્લી રહેશે. નસીતપરમાં સવારે 8થી 12 અને સાંજે 5થી 9 સુધી દુકાનો ખુલ્લી રહેશે.
 • સજનપર ગામ 9થી 18 એપ્રિલ સુધી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખૂલ્લી રહેશે.
 • રાજાવડ, ધ્રુવનગર: બપોર સુધી ખુલ્લું.

રાજકોટ જિલ્લો: ભુણાવા, જામવાડી તેમજ ઉપલેટામાં આંશિક લોકડાઉન.

ભાવનગર જિલ્લો: સિહોરમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ અપાયો છે.

જામનગર જિલ્લો

 • મોટી બાણુંગારમાં ર4 કલાક લોકડાઉન.
 • જસાપર: સવારે 11થી સાંજે 4 સુધી છૂટ.
 • લતીપર: બપોરે 1 વાગ્યાથી બંધ થઇ જશે.

દેવભૂમિ દ્વારિકા જિલ્લો:

 • ખંભાળિયા, રાવલ, ભોગાત, નંદાણા બપોરે 4 વાગ્યા પછી બંધ.
 • લાંબા, દેવળીયા અને સમોર બપોર 1 પછી બંધ રહેશે.

મહિસાગર જિલ્લો: વીરપુર ગામ સાંજે ચાર વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રહેશે.

કચ્છ જિલ્લો

 • ભચાઉમાં રાત્રે 8થી સવારે 6
 • ફતેગઢમાં 10 દિવસ માટે બપોરે 12થી બીજા દિવસે સવાર સુધી બંધ રહેશે.

સુરત જિલ્લો

 • દિગસ, ટીંબા, શામપુરા 25 એપ્રિલ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રહેશે.
 • બારડોલીના કડોદમાં બપોરે 3થી સવારે 8 બંધ.
 • માંડવીમાં બપોરે 3થી સવારે 7 સુધી બંધ.
 • પલસાણા તાલુકાના હરીપુરા ગામ 10 દિવસ સુધી સંપૂર્ણ બંધ.

તાપી જિલ્લો

 • સોનગઢ બપોરે 2થી સવારે 7 સુધી બંધ.
 • વ્યારા બપોરે 2 પછી સ્વૈચ્છિક બંધ રખાયું છે.
 • નિઝરના રૂમકીતળાવ અને વાલોડનું બુટવાડા ગામ સંપૂર્ણ બંધ કરાયું છે
 • વલસાડ, પારડી, વાપી, સરીગામ, ઉમરગામ, ધરમપુર અને કપરાડા રવિવારે સંપૂર્ણ બંધ, બાકીના દિવસોમાં સવારે 8થી રાત્રીના 8 સુધી ખૂલ્લા રહેશે.
 • નવસારીના વેસ્મામાં 20 એપ્રિલ સુધી સાંજે 5 થી બીજા દિવસે સવારે 7 સુધી બંધ અને નવસારી શહેરમાં રાત્રે 9 થી સવારે 6 સુધી કોરોના કર્ફ્યૂ.
 • અમલસાડ અને સરીબુજરંગમાં ગુરુવારથી રવિવાર સુધી બપોરે 2 વાગ્યા બાદ અનાજ કરિયાણાની દુકાનો બંધ રહેશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો