તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:જિલ્લાના નાગરિકો સરકારી યોજનાથી વધુ લાભાન્વિત બને તે રીતે અમલ કરાવો: મંત્રી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાની કલેક્ટર કચેરીમાં જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જીલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને જીલ્લાના વિવિધ વિભાગોના સંલ્ગન વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય ,પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે સમગ્ર કામગીરી અને પ્રજાના પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી હતી.

મંત્રીએ પ્રજાલક્ષી, જનવિકાસના પ્રશ્રનો સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગોના સંલગ્ન અધિકારીઓ સાથે આ તમામ પ્રશ્નોના ઝડપથી નિરાકરણ આવે અને જનસુખાકારીના કાર્યો તાકીદે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપી હતી. મંત્રીએ રાજ્યસરકાર દ્વારા કાર્યાન્વિત અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા જિલ્લાના નાગરિકોને મહત્તમ લાભ મળે તે જરૂરી હોવાનું જણાવી ઉપસ્થિત અધિકારીઓને દરેક જનને સરકારી લાભ પહોંચાડવા અને પ્રજાના પશ્રનોના સંતોષકારક અને ઝડપી નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે અમદાવાદ જિલ્લાના રજીસ્ટ્રાર વિભાગ દ્વારા અમલીકરણ કરાયેલ વિવિધ યોજનાઓ, જી.એસ.આર.ટી.સી. નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી પરિવહન સેવાઓ,જીલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા કાર્યરત અનેકવિધ ડિજીટલ સુવિધાઓ, જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા અમલીકરણ કરાયેલ વિવિધ યોજનાઓનો તાગ મેળવીને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. આ કામગીરી આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ અને વ્યાપક બની રાજ્ય સ્તરે નવા આયામો પ્રસ્થાપિત કરે તે માટે મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...