વિદેશમાં ભવ્ય કાર્યક્રમ:કેનેડામાં આઈમેક દ્વારા ઈન્ડિયા@75 ગાલા ઈવેન્ટનું આયોજન, 44 ઈન્ડો કેનેડિયન બિઝનેસ અને પોલિટિકલ લીડર્સને એવોર્ડથી સન્માનિત કરાયા

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓડિયન્સમાં હાજર 325 જેટલા બિઝનેસમેનો અતિસુંદર ઈવેન્ટ માણીને ખુશ થઈ ગયા હતા

ઈમ્પેક્ટ મીડિયા એન્ડ ઈવેન્ટસ કોર્પોરેશન (આઈમેક)એ કેનેડાના ઓન્ટેરિયો સ્થિત મીડિયા અને ઈવેન્ટ કંપની છે. 2002થી તેઓ ભારત અને કેનેડા વચ્ચે દ્વિસ્તરીય કોન્ફરન્સ, બિઝનેસ લીડર્સના રાઉન્ડર્ટબલ, મેઈક ઈન ઈન્ડિયાની થીમ ઉપર અલગ અલગ સેક્ટરને લખતી કોન્ફરન્સ કરે છે, દર વર્ષે તેઓ પ્રતિષ્ટિત ઈન્ડો કેનેડિયન બિઝનેસ અને પોલિટિકલ લીડર્સનું સન્માન કરવા માટે વાર્ષિક ગાલા ઈવેન્ટસનું પણ આયોજન કરે છે, આ વર્ષે ઈન્ડિયા@75ની થીમ પર આઈમેક દ્વારા આઈમેક ઈન્ડિયા@75 ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

29મી મે ને રવિવારના રોજ વુડબ્રિજ (ઓન્ટેરિયો)માં આવેલા ભવ્ય પેરેમાઉન્ટ ઈવેન્ટ સ્પેસ માટે આઈમેક દ્વારા કેનેડાભરમાં આવેલા 44 જેટલા બિઝનેસ અને પોલિટિકલ લીડર્સનું સન્માન કરવામાં આવ્યું હતું, બપોરે 4થી રાતના 9.30 સુધી ચાલેલી આ ઈન્ડિયા@75 ગાલા ઈવેન્ટ એટલી ઉચ્ચ કક્ષાની અને ભવ્ય હતી કે, ઓડિયન્સમાં હાજર 325 જેટલા બિઝનેસમેનો એમની અપેક્ષા કરતા પણ અતિસુંદર ઈવેન્ટ માણીને ખુશ થઈ ગયા હતા. કાર્યક્રમના આયોજક વિપુલ જાની, ભારતના કેનેડા ખાતેના હાઈ કમિશનર શ્રી અજય બિસારિયા, ભારતના ટોરન્ટો ખાતેના કોન્સ્યુલ જનરલ અપુર્વા શ્રીવાસ્તવ દ્વારા સૌ કોઈનું ક્રિસ્ટલના સુંદર એવોર્ડ આપીને સ્ટેજ પર અભિવાદન કરવામાં આવ્યું હતું,

44 એવોર્ડ રેસિપિયન્ટસ દ્વારા પહેલાથી જ પ્રિ-રેકોર્ડેડ વીડિયો મેસેજ આપી દેવામાં આવેલ જે ત્યાં હોલમાં ચાર મોટા સ્ક્રીન પર દેખાળવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના ત્રિરંગાના ત્રણ રંગો, અલગ-અલગ ક્ષેત્રોમાં ભારતથી પ્રગતિ દર્શાવતા વાક્યો, ફોટો વગેરે સાથેનો ભારતનો 75 ફૂટનો ધ્વજ/બેનર મોટા લોખંડના પીલર્સ દ્વારા હોલમાં મુકવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવનાર તમામ 44 મહાનુભાવોએ આ ધ્વજ/બેનર પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. જે દરેકના માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો. આવતી સાલ જાન્યુઆરીમાં વિપુલ જાની દ્વારા નવી દિલ્હી ખાતે ભારત સરકારને આ ધ્વજ કેનેડા તરફથી એક સુવેનિયર તરીકે ભેટ કરવામાં આવશે.

દેશભક્તિના ગીતો, ભારતના તહેવારો, ફિલ્મી ગીતો વગેરેની અલગ-અલગ અતિ સુંદર ડાન્સ પણ રજુ કરવામાં આવ્યા હતા અને હોલની છત ઉપરથી લટકીને એરિયલ ડાન્સ રજુ થયો એ જોઈને સૌ ચક થઈ ગયા હતા. છેલ્લે સૌથી સ્વાદિસ્ટ, શાકાહારી ડિનરનો આનંદ માણ્યો હતો. ઈમ્પફેટ મીડિયા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, દરેક ઈવેન્ટના વીડિયો વગેરે જોવા માટે www.imec.bizની મુલાકાત લેવી.

અન્ય સમાચારો પણ છે...