મહિલા ડોક્ટર્સની કોન્ફરન્સ:કોરોના બાદ નવી ઉર્જા સંચાર કરવાનો IMAનો પ્રયાસ, અમદાવાદની કોન્ફરન્સમાં 300 મહિલા ડોક્ટર જોડાઈ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ડોક્ટર્સમાં હકારાત્મકતા માટે 'રિસેલીએન્સ' નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદમાં મેડિકલ એસોસિએશનની મહિલા વિંગની બ્રાન્ચ

કોરોનાકાળ બાદ પ્રથમવાર રાજ્યભરની મહિલા ડોક્ટરો એકસાથે એક જ સમયે જોવા મળી હતી. ગુજરાત મેડિકલ એસોસિએશનની મહિલા વિંગ દ્વારા અમદાવાદમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી 300 જેટલી મહિલાઓ હાજર રહી હતી.

નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું
ગુજરાત મેડિકલ એસોસિએશનની મહિલા વિંગના ચેરપર્સન મોનાબેન દેસાઈએ જણાવ્યું કે, કોરોના કપરાકાળ બાદ રાજ્યની મહિલા ડોક્ટરોમાં એક નવી ઉર્જાનો સંચાર થાય અને હકારાત્મકતા આવે તે માટે 'રિસેલીએન્સ' નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષય લઈને નિષ્ણાતો મારફતે મહિલા તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ જ્યોત્સનાબેન યાજ્ઞિક, નિષ્ણાંત ડોક્ટરો મારફતે મહિલા ડોક્ટરોને સંબોધન કર્યું હતું.

મહિલા જ મહિલાનું દર્દ સમજી શકે: હાઈકોર્ટના પૂર્વ જજ
હાઇકોર્ટના પૂર્વ જજ જ્યોત્સનાબેન યાજ્ઞિકે મહિલા તબીબોને સંબોધન કરતા જણાવ્યું કે, એક મહિલા જ મહિલાનું સાચું દર્દ સમજી શકે છે, તે માટે તેમને જ્યારે કોઈ મહિલા દર્દીની સારવાર કરવાની થાય ત્યારે પોતાનું સમજીને તેની વાતને સમજવી જોઈએ. જેથી તેમની સમસ્યાઓને યોગ્ય રીતે ન્યાય મળી શકે. વર્તમાન સમયમાં જે મહિલાઓ પોતાના ક્ષેત્રમાં આગળ આવી ચૂકી છે, તેમને તેવા પ્રયાસ કરવા જોઈએ કે જે મહિલાઓ હજુ પાછળ રહી ગઈ છે, તેમને પણ તેમની સાથે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજ્યમાં 5 સ્થળે મહિલા વિંગની બ્રાન્ચ
સૌ પ્રથમ ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં મહિલા વિંગની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ આજે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદમાં મેડિકલ એસોસિએશનની મહિલા વિંગની બ્રાન્ચ સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...