કોરોના સામે જંગ:ગુજરાતમાં IMAએ કોરોના હેલ્પલાઈન શરૂ કરી, લોકોમાં પેનિક ન ફેલાય તેનું ડોક્ટરો વિનામૂલ્યે કાઉન્સિલિંગ કરશે

6 દિવસ પહેલા
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત બ્રાન્ચ
  • કોરોના અંગે સતાવતી મૂંઝવણ અને સમસ્યાનું સમાધાન લાવવાનો ડોક્ટરો પ્રયાસ કરશે
  • IMAની વેબસાઈટ પર કાઉન્સિલિંગની સેવા માટે તૈયાર થયેલા ડોક્ટરોની નંબર સાથેની યાદી મૂકવામાં આવી

રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કિસ્સાને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ કોરોના સંદર્ભે લોકોને સતાવતા પ્રશ્નો અને મૂંઝવણ અને સમાધાન લાવવા પ્રયાસ કરશે. જેને લઇને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં ડોક્ટરો લોકોને કોરોના સંદર્ભે સતાવતી મૂંઝવણ અને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરશે.

ડોક્ટરોની યાદી તૈયાર કરાઈરાજ્યમાં દિવસેને દિવસે કોરોના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ કેસ જોવા મળે તેવી સંભાવનાઓ છે. જેને લઇને સાવધાની સાથે લોકો તકેદારી રાખે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસોસિયેશન સાથે સંકળાયેલો ડોક્ટરો હેલ્પ લાઈન મારફતે લોકોનું વિનામૂલ્યે કાઉન્સિલિંગ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની વેબસાઈટ પર કાઉન્સિલિંગની સેવા માટે તૈયાર થયેલા ડોક્ટરોની નંબર સાથેની યાદી મૂકવામાં આવી છે. આ હેલ્પલાઇન પર ડોક્ટરો દર્દીઓ તથા લોકોને કોરોના સંદર્ભે સાવચેતી રાખવા તથા ડર્યા વિના હાલની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય, ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓની મૂંઝવણ દૂર કરી તેમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે કાઉન્સિલિંગના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે.

સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી હેલ્પલાઈન સેવારત રહેશેઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત રાજ્યના સેક્રેટરીને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ હેલ્પલાઈન સેવા સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં લોકો ગભરાય નહીં અને સાવચેતીપૂર્વક વર્તમાન પરિસ્થિતિનો સામનો કરે તે માટે લોકોની સેવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા 15 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી ચાલશે. અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે એસોસિયેશનનાં હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ એસોસિયેશનને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં ડરનો માહોલ ન ફેલાય તે માટે પ્રયાસ કરવા કહ્યું હતું. જે સંદર્ભે આ હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...