તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:આયુર્વેદિકના ડોક્ટરોને સર્જરીની છૂટના વિરોધમાં આજે IMAના ડોક્ટરોનાં ધરણાં

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોરે 12થી 2 વાગ્યા સુધી 20-20ના જૂથમાં દેખાવો કરાશે
 • મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં 11મી હડતાળ

આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની છૂટ આપતા સીસીએમઆઈ એક્ટમાં સુધારા સામે સામે ઇન્ડિયન મેડિકલ એસો. (આઈએમએ)એ વિરોધ નોંધાવતા આંદોલનની શરૂઆત કરી છે. સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા આઈએમએ દ્વારા અમદાવાદ સહિત દેશભરમાં મંગળવારે બપોરે 12થી 2 વાગ્યા સુધી 20-20 જેટલા લોકોનાં નાનાં જૂથમાં ધરણાં-દેખાવો કરશે. ઉપરાંત મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં 11મીએ સવારે 6થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમર્જન્સી સિવાયની તમામ ઓપીડી બંધ રાખવાનો નિર્ણય એસોસિએશન દ્વારા કરાયો છે.

આઈએમએના પ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નીતિ આયોગની ચાર સમિતિઓ તબીબી શિક્ષણ, અભ્યાસ, જાહેર આરોગ્ય અને વહીવટ હાલ ચાલી રહેલી દરેક ચિકિત્સા પદ્ધતિને મિક્સ કરી એક ખીચડી પદ્ધતિ તૈયાર કરી રહી છે. આ નીતિથી એલોપથી અને આયુર્વેદ પદ્ધતિનો મૃત્યુઘંટ વાગશે અને તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો છે.

અન્ય સંગઠનોનું પણ સમર્થન લેવાશે
એસોસિયેશને જણાવ્યું છે કે, જરૂર જણાશે તો કોવિડ સિવાયની સેવાઓ બંધ કરવાની પણ ચીમકી આપવાની સાથે કાનૂની વિકલ્પો અંગે પણ વિચારણા કરાઈ રહી છે. આ લડતમાં અન્ય મેડિકલ સંગઠનો, સરકારી ડોક્ટર્સ એસોસિએશન, હોસ્પિટલ એસોસિએશન, આરડીએ, મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન અને મેડિકલ વિદ્યાર્થીઓની પણ મદદ અને ટેકો લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો