કાર્યવાહી:અમદાવાદમાં 85 ઇન્ડસ્ટ્રીઝના ગેરકાયદે ગટર જોડાણ કપાયાં

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ દક્ષિણઝોનમાં 38 એકમોના ગેરકાયદે જોડાણ કાપી નખાયાં

શહેરના ઇન્ડસ્ટ્રિયલ ઝોન ઉપરાંત વિવિધ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેરકાયદે 85 જેટલા ગટર જોડાણોને મ્યુનિ. દ્વારા કાપી નાખવામાં આવ્યા છે, જેેમાં સૌથી વધારે 38 જેટલા જોડાણો તો દક્ષિણઝોનમાં જ કાપી નાંખવામાં આવ્યા છે.

શહેરના રહેણાક વિસ્તારની સુએઝને ટ્રીટમેન્ટ આપવા મ્યુનિ. દ્વારા માટે 14 જેટલા એસટીપી પ્લાન્ટ લગાવાયા છે. નદીની પૂર્વે આવેલા આવા કેટલાક પ્લાન્ટમાં પેરામીટર વધારે જોવા મળે છે, તેમ જ આવા કેમિકલયુક્ત સુએજને કારણે એસટીપી પ્લાન્ટની મશીનરીને પણ નુકશાન થઇ રહ્યું છે. હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ. તંત્ર દ્વારા પગલાં લઇને ગટરના જોડાણો કાપી નંખાયા છે. દક્ષિણઝોનમાં 38 એકમો, ઉત્તર ઝોનમાં 26, પૂર્વઝોનમાં 13 તથા મધ્યઝોનમાં 8 જેટલા એકમોના મ્યુનિ. દ્વારા ગટર જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.

કયા વિસ્તારમાં કેટલાં જોડાણો કપાયાં

દાણીલીમડા8
ઇસનપુર5
લાંભા12
બહેરામપુરા12
ઇન્દ્રપુરી1
નરોડા11
ઇન્ડિયા કોલોની4
સરદારનગર2
સૈજપુર2
કુબેરનગર1
સરસપુર5
રખિયાલ5
બાપુનગર1
અમરાઇવાડી1
વિરાટનગર3
ઓઢવ6
ગોમતીપુર1
રામોલ હાથીજણ2
શાહપુર7
અસારવા1
કુલ85

આ એકમોનાં ગટર જોડાણો કપાયાં

 • ફાઇન ટ્રેડિંગ
 • સિકંદર માર્કેટ
 • આશિષ ઇન્ડસ્ટ્રીઝ
 • અરવિંદ એન્ટિકોર લી.
 • અમદાવાદ ઔદ્યોગિક એસ્ટેટ
 • અસારવા મીલ
 • પ્રમુખ પેકેજિંગ
 • વાય.એમ. ટેક્ષટાઇલ
 • સોનિયા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ
 • તિરૂપતિ એસ્ટેટ
 • મનોરથ એસ્ટેટ
 • શ્રીનાથજી એસ્ટેટ
 • ગોકુલેશ સ્ટીલ, પ્રા.લી.
 • પટેલ એસ્ટેટ
 • કાના એક્ઝીમ
 • નિશાન ઇન્ડસ્ટ્રીઝ
 • વિમલ ક્રોપ કેર પ્રા.લી.
 • ઇન્ડિયન કેમિકલ ફેક્ટરી
 • ઓઢવ જીઆઇડીસી
 • અમદાવાદ ડાઇંગ
અન્ય સમાચારો પણ છે...