ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા મામલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના અનેક પ્રશ્નોની રજૂઆત થતી. GIDCમાં અનધિકૃત બાંધકામને લગતા પ્રશ્નો હતા. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લોટના પ્રશ્નો પણ હતા. 27 દિવસમાં માંગણી પૂરી થઈ છે. આવી અવ્યવસ્થા ફરી ના થાય તેની તકેદારી રાખવા માટે તેમણે ખાતરી આપી છે. વેપારીઓના પ્રશ્નો ઉકેલવા મુખ્યમંત્રીએ સુચના આપી છે. સુરત, અંકલેશ્વર, ભરૂચ વગેરે વિસ્તારના વેપારીઓ સાથે ગત અઠવાડિયે મુલાકાત કરી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.
USFDAના ડેલીગેશ સાથે ઋષિકેશ પટેલની મુલાકાત
યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA)ના ડેલીગેશન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આજે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. બે દિવસીય રેગ્યુલેટરી ફોરમની બેઠક માટે ગુજરાત પધારેલા USFDA ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલ સાથેની મુલાકાત દરમિયાન ફૂડ ટેસ્ટિંગ અને તેમાં ઉભરી રહેલી ટેકનોલોજી અને ટેસ્ટિંગ પધ્ધતિના આધુનિકરણ સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.
USFDAના ડેલીગેશને ટેસ્ટિંગ પ્રક્રિયાની પ્રશંસા કરી
મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલી ફૂડ ટેસ્ટિંગ વાનની પહેલ તેમજ ફૂડ ટેસ્ટિંગ લેબની કામગીરી, મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ગુજરાતની વિવિધ કામગીરી તેમજ સંલ્ગન વિષયો સંદર્ભે ડેલીગેશનને માહિતગાર કર્યા હતા. ડેલીગેશને ગુજરાત FDCA ના વિવિધ સ્ત્રોત, બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટિંગ લેબની માળખાકીય સુવિધાઓ અને ટેસ્ટિંગ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.
USFDA અને ગુજરાત FDCA વચ્ચે રેગ્યુલેટરી ફોરમ
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 અને 13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાઈ છે. જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે.
ગુજરાતના અધિકારીઓ સહભાગી બન્યા
આ મુલાકાતમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન- કન્ટ્રી ડિરેક્ટર, ગ્રેગરી સ્મિથ- આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત, ફિલ ગુયેન- આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત, ધ્રુવ શાહ- વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર, ડો.સુધીન્દ્ર કુલકર્ણી- વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA, ગુજરાતના અધિકારીઓ સહભાગી બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.