તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 બીમારી પર નવજાતની જીત:જન્મના 42મા કલાકે કોરોના અને 10 હજારે 2 બાળકોને થતી બીમારીની બાળકીને સર્જરી કરાવી પડી, 23મા દિવસે માતાએ સ્તનપાન કરાવ્યું

અમદાવાદ10 દિવસ પહેલા
25 દિવસની સારવારના અંતે બાળકી ઘરે પરત ગઈ
  • નાના આંતરડાના બે ટૂકડા થવાની સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલ તબીબો
  • ડોક્ટરોએ PPE કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી પડકારજનક છતાં પાર પાડી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં 30 એપ્રિલના રોજ નાના આંતરડામાં જટીલ તકલીફથી પીડાતી મહેમદાબાદની નવજાત શિશુને દાખલ કરવામાં આવી હતી. તેના નાના આંતરડામાં બે ટૂકડા થયેલા હોવાના કારણે સ્તનપાનમાં તકલીફ પડી રહી હતી. 10 હજાર નવજાત બાળકોમાંથી 2ને થતી બીમારીથી બાળકીની માતા આ તકલીફ જોતા બાળકી જીવંત રહેશે તે આશા છોડી ચૂકી હતી. વળી જન્મના 42મા કલાકે કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું. દેવદૂત સમા તબીબોની જહેમત અને મહેનતના કારણે બાળકીએ જન્મના 17માં દિવસે પાઇપ વડે ધાવણ મેળવ્યું હતું. જન્મના 23મા દિવસે બાળકીની માતાએ નાના ભૂલકીને ખોળામાં લઇ પ્રથમ વખત સ્તનપાન કરાવ્યું હતું. આ દ્રશ્યો દરમિયાન માતા અને દીકરી અશ્રુભરી લાગણીઓનો સંવાદ સર્જાયો હતો.

અત્યંત જૂજ જોવા મળતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં થઈ
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ઇલીયલ અટ્રેસીયા નામની બીમારી 10 હજાર નવજાત બાળકોમાંથી 2 બાળકોમાં જોવા મળે છે. જેની સર્જરી અતિ જટીલ બની રહે છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે બાળકીની નાના આંતરડાની સર્જરી કરી હતી
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે બાળકીની નાના આંતરડાની સર્જરી કરી હતી

અમદાવાદ સિવિલમાં નવજાતને દાખલ કરાઈ હતી
મહેમદાબાદના જાવેદ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો. 30મી એપ્રિલના રોજ જન્મેલી બાળકીના આગમનથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશીઓની સાથે કેટલીક મુસીબતો પણ સાથે આવી. 2.5 કિ.ગ્રા વજન ધરાવતી આ શ્રમિક પરિવારની બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેના કારણે બાળકીનું પેટ ફૂલવા લાગ્યું હતું. ત્યારબાદ તેને ઉલટી થવાનું શરૂ થયું. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી. અહીં આવ્યા ત્યારે વિવિધ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયું. જે કારણોસર જ બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ ન હતી. જેની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતા તે પણ પોઝિટિવ આવ્યો હતો. હવે બાળકીની સર્જરીમાં જટીલતા વધી ગઇ. હવે કોરોનાગ્રસ્ત નવજાત શિશુની સર્જરી કરવી આવશ્યક બની રહી હતી.

નાના આંતરડાનો પૂર્ણ વિકાસ થયો ન હતો
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ પડકાર ઝીલીને જોખમ લઇ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડા પૂર્ણ રૂપે વિકાસ થયો હતો નહી. જે કારણોસર બાળકીને ધાવણમાં તકલીફ પડી રહી હતી. જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યુ હતું. બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું,

ડૉ. રાકેશ જોષી કહે છે કે, 10 હજાર નવજાત બાળકોમાંથી 2 બાળકોને થતી બીમારીની સર્જરી અતિ જટીલ
ડૉ. રાકેશ જોષી કહે છે કે, 10 હજાર નવજાત બાળકોમાંથી 2 બાળકોને થતી બીમારીની સર્જરી અતિ જટીલ

બાળકોની સર્જરીમાં જટીલતા અને સંવેદનશીલતા વધુ રહે
સમગ્ર સર્જરી 2થી 3 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે ત્યારે પી.પી.ઇ. કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સથેટિક વિભાગ એસોસિએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં પાડી.

બાળકીને સેપ્સીસના કારણે વજન ઘટવા લાગ્યું હતું
સર્જરી બાદ પોસ્ટ ઓપરેટિવ કેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં બાળકીને નવજાત શિશુ કેર માટે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકીને સેપ્સીસ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું)ના કારણે વજન પણ ઘટવા લાગ્યુ હતું. આ તમામ પરિસ્થિતને નિયંત્રણમાં લેવા અને દીકરીને મોતના મુખમાંથી ઉગારવા બાળ રોગ તબીબ ડૉ. ચારૂલ મહેતા અને તેમની ટીમ દ્વારા ભારે ઇન્જેકશન અને સપોર્ટીવ સારવાર આપવામાં આવી હતી. આખરે 25 દિવસની સતત અને સધન સારવારના અંતે દિવસે સાજી થઇને ઘરે પરત ફરી છે.

માતા અને બાળકીનો 23માં દિવસે લાગણીઓનો સંવાદ
અત્રે નોંધનીય બાબત એ છે કે, બાળકને જન્મના 17મા દિવસે પાઇપ વાટે ધાવણ આપવામાં આવ્યુ હતું અને જન્મના 23મા દિવસે માતાનું પ્રથમ વખત ધાવણ નસીબે થયું હતું. જન્મના 23માં દિવસે ધાવણ આપતી વખતે માતા અને બાળકી વચ્ચે અશ્રુસહિતની લાગણીઓનો સંવાદ સધાયો હતો. બાળકીની માતાએ લગીરેય વિચાર્યુ ન હતુ કે હું મારા બાળકીને સ્તનપાન કરાવી શકીશ.