તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાર્થીઓની મદદ:JEE એડવાન્સના પરીક્ષાર્થી અને વાલી માટે IITGNએ કરી રાત્રિ રોકાણની વ્યવસ્થા, આ વેબસાઈટ પરથી થઈ શકશે રજિસ્ટ્રેશન

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષાર્થી અને તેમના વાલીઓ માટે કેમ્પસમાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી - Divya Bhaskar
પરીક્ષાર્થી અને તેમના વાલીઓ માટે કેમ્પસમાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી

ધોરણ 12 બાદ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી JEE(જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝમિનેશન) મેઈન પરીક્ષા 6 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જેનું 11 સપ્ટેમ્બરે પરિણામ પણ આવી ગયું છે. JEE મેઈન બાદ હવે IITમાં પ્રવેશ માટેની JEE એડવાન્સ પરીક્ષા પણ કોરોના મહામારી વચ્ચે 27મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) પરીક્ષાર્થીઓને તેમના પેરેન્ટ્સ સાથે કેમ્પસમાં રાત્રિ રોકાણ કરવા માટેની વ્યવસ્થા કરી છે.
ગાંધીનગરમાં રાત્રિ રોકાણ માટે આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકશો
ગાંધીનગર અને અમદાવાદમાં જેમનું સેન્ટર હોય એવા JEE એડવાન્સના પરીક્ષાર્થીઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના કેમ્પસમાં રાત્રિ રોકાણ કરી શકશે. જેના માટે પરીક્ષાર્થી https://www.iitgn.ac.in/jeeaes પર રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. રાત્રિ રોકાણ માટે રજિસ્ટ્રેશન કરાવનારા પરીક્ષાર્થીઓને વ્યવસ્થા અંગેની તમામ પ્રકારની માહિતી મોકલવામાં આવશે.

રાત્રિ રોકાણ માટે વાલી અને પરીક્ષાર્થીઓ ચિંતિત હોવાથી વ્યવસ્થા કરી
આ અંગે વાત કરતા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર સુધીર જૈને જણાવ્યું કે, જે પરીક્ષાર્થીઓનું સેન્ટર તેમના વર્તમાન રહેઠાણ કરતા દૂર હોય એવા પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ માટે હાલનો સમય પડકારજનક છે. જેથી તેઓ સલામતી હોય એવા સ્થળે રોકાવા માટેની વ્યવસ્થાને કારણે ચિંતિત હોય છે. જેથી રહેવાને લઈ ચિંતિત એવા પરીક્ષાર્થી અને તેમના વાલીની કેમ્પસમાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી છે.

21મી સપ્ટેમ્બરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે, આ 10 શહેરમાં પરીક્ષા યોજાશે
JEE એડવાન્સ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓનું 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન થયું હતું. હવે 21મી સપ્ટેમ્બરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ શકશે. એડવાન્સ પરીક્ષા રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ગાંધીનગર, હિમ્મતનગર ,મહેસાણા, ભાવનગર અને વાપી સહિતના 10 શહેરોમા લેવાશે. જેનું 5મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...