તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જો આંત્રપ્રિન્યોર બનવું હોય તો કોઈ પણ સ્થિતિમાં 1001 દિવસ સુધી ટકી રહેજો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશેષ | માર્કેથોનમાં વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોર સુનીલ વસ્યાનીએ કહ્યું,

આંત્રપ્રિન્યોર બનવા માટે સસ્ટેન થવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં 1001 દિવસ સુધી માર્કેટમાં ટકી રહો. જે માટે તમારી પોતાની સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઉપરોક્ત વાત કેબ ક્ષેત્રે જોડાયેલા આંત્રપ્રિન્યોર એવા સુનીલ વસ્યાનીએ કહી હતી. એલ.જે. યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટમાં માર્કેથોનનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ નવા આંત્રપ્રિન્યોર્સને સફળ કઈ રીતે બનાવી શકાય છે તેને લગતા માર્કેટ આઈડીયા શેર કર્યા હતા.

સુનીલ વસ્યાનીએ કહ્યું હતું કે, તમે જ્યારે પણ બિઝનેસ સ્ટાર્ટ કરો ત્યારે ફંડની સમસ્યા ના થાય તે રીતે પ્લાન બનાવો. આંત્રપ્રિન્યોર બનવા માટે વિઝન એ સૌથી મહત્વનું પાસું હોય છે. અમુક પ્રકારના માર્કેટિંગમાં માઉથ પબ્લિસિટી વધારે હોય છે જેથી એક ચેઈન બનાવો. જેના સહારે લોકો સુધી પહોંચો. જેથી તેમને તમારી પ્રોડક્ટ વિશે ખ્યાલ આવશે.

ઓનેસ્ટી રાખો, શોર્ટકટ લાંબા નહીં ટકે
સૌથી પહેલા આઈડિયા મહત્વનો છે અને આંત્રપ્રિન્યોર બનવા પેશનેટ હોવું જરૂરી છે. પોતાનું મજબૂત મનોબળ હોવું જોઈએ. આંત્રપ્રિન્યોર બન્યા બાદ ક્લાયન્ટ માટે ઓનેસ્ટી પણ જરૂરી છે. શોર્ટકટ લેવામાં થોડો ફાયદો દેખાશે પરંતુ એ લાંબા સમય સુધી નહીં હોય.

કેબના માર્કેટિંગમાં સહારો લઈ સફળ થયાં
વિદ્યાર્થીઓને કેબનું માર્કેટિંગ કરવાનો પ્લાન અપાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને અપાએલી માર્કેટિંગના ચેલેન્જમાં કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો ઉપયોગ કર્યો હતો જેમના એકાઉન્ટ પર પોસ્ટ કરાવી હતી. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માર્કેટિંગ માટે વીડિયો અને કાર્ટૂન બનાવ્યા હતા. ટોપ થ્રીને 50 હજારના ઈનામો અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો