ભાસ્કર એક્સક્લૂઝિવ:વિદેશમાં મિલકત ખરીદી હશે તો રિટર્નમાં બતાવવી પડશે, મકાનમાં નવા બાંધકામની વિગત મુકવાની રહેશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

તાજેતરમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે નવા ઇન્કમટેકસ રિટર્ન ફોર્મ જાહેર કર્યા છે. કોઈ કરદાતાએ ભારત બહાર કોઈ મિલકત વસાવી હોય તો તેની વિગતો ઇન્ક્મટેક્સ રિટર્નમાં ફરજિયાત બતાવવી પડશે.

આ ઉપરાંત પેન્શનની આવકની વિગત, નોકરીનો પગાર, સરકાર કે ખાનગી નોકરીનો પ્રકાર તેમજ ફેમિલી પેન્શન મળતું હોય તો તેની વિગત દર્શાવવી પડશે. જો કોઇ કરદાતાએ રૂ. 2.50 લાખથી વધારે પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવ્યા હશે તેના ઉપર અલગથી દર્શાવવું પડશે.

1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 જો કોઈ વ્યક્તિ જમીન કે મકાન ખરીદી કરી હોય કે વેચાણ કરી હોય તો તેની વિગત ખરીદનાર અને વેચનારની વિગત ઇન્કમટેક્સ રિટર્નમાં આપવી પડશે. વધારામાં જો કોઇ વ્યક્તિ જમીન મકાનમાં વેચાણ કર્યું હોય અને તેના પર થયેલા મૂડી નફામાં ભરવા પાત્ર ટેકસ ગણતરી વખતે મકાન ખરીદ કિંમત અને તેના ઉપર કરેલા ખર્ચની વિગતો ઇન્કમટેકસ રિટર્નમાં અલગથી દર્શાવવી પડશે. મકાનમાં કોઇ નવું બાંધકામ કર્યુ હશે તો તેની વિગતો રિટર્નમાં આપવી પડશે. વધારામાં આ વખતના આમ દરેક કરદાતાએ પોતાની આવક ભારત કે ભારત બહાર હોય તે તમામ વિગતો યોગ્ય વિવરણ સાથે બતાવી પડશે.

અન્ય સમાચારો પણ છે...