તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન અમદાવાદીઓ:થર્ટી ફસ્ટે રાત્રે 9 પછી ઘરની બહાર નીકળ્યા તો CCTVમાં ઝડપાશો ને પોલીસ તમારા ઘરે આવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31 ડિસેમ્બરે 100 પીઆઈ અને 3500 કોંસ્ટેબલ ઓન ડ્યૂટી
  • પોલીસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરશે, હોટલ, ફાર્મ હાઉસ પર વોચ રખાશે

31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યૂ છે જે માટે 9 વાગ્યા બાદ કડક પાલન કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારશે. 31મીએ રાત્રે 100 પીઆઈ 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહાર ગામ ગયું હશે તો તેઓએ 9 વાગ્યા પહેલા આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદ પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈ લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે. તેમજ ઝડપાયેલા તમામનું મેડીકલ પરિક્ષણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો