એસિડ એટેકની ધમકી:અમદાવાદમાં યુવકે યુવતીને ધમકી આપી, તું મારી સાથે વાત નહીં કરે તો તારી પર એસિડ ફેંકી દઈશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેજલપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
વેજલપુર પોલીસ સ્ટેશન
  • યુવતીએ મિત્રતા રાખવાની ના પાડવા છતાં યુવકે બોલાચાલી અને ઝઘડો કર્યો

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ તું મારી સાથે વાત નહીં કરે તો તારી પર એસિડ નાખી દઈશ તેવી ધમકી આપી હતી. પ્રેમી અવારનવાર યુવતીના ઘરે આવી જતો હતો. યુવતીએ તેને ઘરે આવવાની ના પણ પાડી હતી છતાં આવતો હતો. મિત્રતા રાખવાની ના પાડવા છતાં તેણે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આ રીતે એસિડ નાખવાની ધમકી આપતાં યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

એક યુવક યુવતીની ઘરે આવતો જતો તેથી મિત્રતા થઈ
જુહાપુરા વિસ્તારમાં 25 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને પોતે ઘરકામ કરે છે. આજથી સાતેક વર્ષ પહેલાં વેજલપુરમાં રહેતા મુસ્તાક નામના વ્યક્તિ સાથે તેની મિત્રતા થઈ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બપોરના સમય યુવતી તેના ઘરે હાજર હતી. ત્યારે મુસ્તાક આવ્યો હતો અને તું મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી બોલાચાલી કરી હતી.

યુવતીએ મિત્રતા ન રાખવાનું કહેતા યુવકે ગાળાગાળી કરી
યુવતીએ મારે તારી સાથે કોઈ મિત્રતા નથી રાખવી અને કોઈ વાતચીત નથી કરવી એમ કહ્યું હતું. યુવતીએ તારે મારા ઘરે આવવું નહીં અને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી એમ કહેતા ઉશ્કેરાયેલા મુસ્તાકે ગાળાગાળી કરી હતી અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. મુસ્તાકે તેને ધમકી આપી હતી કે, તું મારી સાથે વાત નહીં કરે તો તારી પર એસિડ ફેંકી દઈશ. ધમકી આપ્યા બાદ મુસ્તાક ત્યાંથી જતો રહ્યો હતો. આ મામલે યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુસ્તાક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...