પ્લાઝ્મા ડોનેશન:મિત્ર માટે પ્લાઝ્મા શોધતાં ન મળ્યું તો રિસોર્ટને ડોનેશન કેમ્પમાં ફેરવ્યો, ડોનેશન કરનારને 1 નાઇટ ફ્રી સ્ટે આપ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રની તકલીફ જોઇને મિત્રએ રિસોર્ટને પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં ફેરવ્યો

મિત્રને પ્લાઝ્મા મેળવવામાં પડેલી મુશ્કેલીને પગલે રિસોર્ટ ઓનરે રિસોર્ટને પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં ફેરવ્યો. એટલું જ નહીં પ્લાઝ્મા ડોનેટ કરનારને રિસોર્ટમાં વન નાઇટ સ્ટે ફ્રી આપ્યું. શહેરનાં રિસોર્ટનાં માલિક મિલિન્દ શાહનાં એક મિત્રને થોડા દિવસો પહેલા પ્લાઝ્મા ડોનરની જરૂર પડી. 200 લોકોને પૂછતાં પણ પ્લાઝ્મા ડોનર ન મળ્યો. માટે મિલિન્દભાઈએ તેમનાં રિસોર્ટમાંજ કેમ્પ યોજ્યો. જેમાં 25 લોકોને 1 નાઇટ ફ્રી સ્ટે અપાયું.

પ્લાઝ્મા ડોનેટરને રિસોર્ટ સુધી પીકઅપ ડ્રોપ અને નાસ્તાની વ્યવસ્થા ગોઠવી છે
મિત્રને પ્લાઝ્મા ડોનર મેળવવામાં પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પ્રથમા બ્લડ બેન્ક અને સેવિયર ફાઉન્ડેશનનો સહયોગથી રિસોર્ટમાં સેનિટાઇઝેશન કરીને પ્લાઝ્મા ડોનેશન કેમ્પ યોજ્યો છે. પ્લાઝ્માનાં જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ. જેથી જે લોકોને હોસ્પિટલમાં જઈને બ્લડ ડોનેટ કરવાનો ભય હોય તેમના માટે રિસોર્ટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે કોઈ ડોનેશન કરવા ઇચ્છે છે પણ ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ નથી કરવો તે લોકોને પીકઅપ ડ્રોપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ ડોનેશન કરનાર વ્યક્તિને નાસ્તો પણ કરાવવામાં આવે છે. - મિલિન્દ શાહ, ઓનર

અન્ય સમાચારો પણ છે...