તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આપ’નો ચૂંટણી પ્રચાર:અમદાવાદમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રોડ શો કરીને પ્રચાર શરૂ કર્ચો, હજારો કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદએક મહિનો પહેલા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ અમદાવાદમાં રોડ શો કરીને પ્રચાર શરુ કર્યો
 • ગુજરાતમાં ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છેઃ સિસોદિયા
 • આમ આદમી પાર્ટીમાંથી બિઝનેસમેન રોહિત ખન્નાએ ફોર્મ ભર્યું

દિલ્હીના આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી હાથમા ઝાડુ લઈને રોડ શો શરૂ કર્યો છે. આ રોડ શોમાં હજારો લોકો જોડાયા છે. રોડ શો દરમિયાન શ્રમિક વર્ગે મનીષ સીસોદીયાને નારા લગાવીને વધાવી લીધા હતાં. આ રોડ શોમા મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં.. તે ઉપરાંત રિક્ષામાં 6થી 7 લોકો અને બાઇક પર 3 સવારી જતા જોવા મળ્યાં હતાં. મનીષ સીસોદીયા પહેલી વાર ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા છે.

આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતાં
આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતાં

મનીષ સીસોદીયા સાથે ઉમેદવારો પણ રોડ શોમા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તેમના રોડ શોમાં 200 જેટલા બાઇક બને મોટી સંખ્યામાં ઓટો રીક્ષા લઈને લોકો જોડાયા હતાં.રેલી માં કોરોનાના નિયમોને નેવે મૂકીને કાર્યકતાઓએ પ્રચાર કર્યો. જોકે 1 કિમિ લાંબી રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસને પણ રોંગ સાઈડમાં જવું પડ્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ નો કાફલો પણ રેલી માં જોવા મળ્યો.

બિઝનેસમેન રોહિત ખન્નાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું
બિઝનેસમેન રોહિત ખન્નાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

આજે અમદાવાદમાં થલતેજ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીમાં બિઝનેસમેન રોહિત ખન્નાએ ફોર્મ ભર્યું હતું. રોહિત ખન્ના અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા 46 વર્ષથી રહે છે. ઓટોમાઇલ ક્ષેત્રમાં તે સફળ બિઝનેસમેન છે અને રિઆલટર, ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરન્ટ ચલાવતા જાણીતી વ્યક્તિ છે તેમજ તે રાજકારણી પણ છે. રોહિત ખન્ના આમ આદમી પાર્ટી (આપ) ના સક્રિય સભ્ય હોવા ઉપરાંત પક્ષના અમદાવાદના થલતેજ એકમના પ્રમુખ છે.

આજે અમદાવાદ આવેલા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદ યોજી હતી
આજે અમદાવાદ આવેલા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદ યોજી હતી

લોકોને પાયાની જરૂરિયાતો મળે તે માટે અમે ચૂંટણી લડીએ છીએ
આજે અમદાવાદ આવેલા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે અમે લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી લડી રહ્યાં છીએ. કારણ કે રાજ્યમાં ભાજપની 25 વર્ષની સત્તામાં સમસ્યાઓનો નિકાલ ક્યારેય નથી આવ્યો. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તામાં આવીશું તો. શાળાઓ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવીશું.​​​​
કોંગ્રેસ અને ભાજપ એક જ છેઃ મનીષ સિસોદિયા
તેમણે ઉમેર્યું હતું કે ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસ અને ભાજપ એક જ છે તેઓ સાથે મળીને કામ કરે છે. જેથી ગુજરાતમાં પણ વિકાસના નામે માત્ર વાતો જ કરવામાં આવે છે. મારી ગુજરાતના લોકોને અપીલ છે કે જો તમે ભ્રષ્ટાચાર વાળી સરકારથી ત્રસ્ત હોવ તો અમને મત આપીને એક વાર તક આપો. અમે દિલ્હીની જેમ અહીંયા પણ સમસ્ચાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશું.

આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું
આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું

ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીથી ‘આપ’ના સાંસદો અને ધારાસભ્યો આવશે
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યાં છે. ત્યારે પાર્ટીના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદમાં આઠ કલાકનો રોડ શો કરવાના છે. જ્યારે રાજ્યસભાના સાંસદ સભ્ય સંજયસિંહ આવતી કાલે અમદાવાદ આવશે અને અમદાવાદથી સુરત જવા માટે રવાના થશે.જયાં મીની બજારમાં સભા કરશે, બાદમાં પત્રકાર પરિષદ યોજીને સુદામા ચોકમાં સભા ગજવશે. રવિવારે ઉધના ઝોનમાં રોડ શો કરશે અને કતાર ગામમાં સભા કરીને દિલ્હી જવા રવાના થશે.

અમદાવાદમાં આજે મનીષ સિસોદિયાનો 35 કિ.મીનો રોડ શો યોજાશે
અમદાવાદમાં આજે મનીષ સિસોદિયાનો 35 કિ.મીનો રોડ શો યોજાશે

આ ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે

 • ધારાસભ્ય સંજય ઝા
 • ધારાસભ્ય દિલીપ પાંડે
 • આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક શહેનાઝ હિન્દુસ્તાની
 • ધારાસભ્ય સોમનાથ ભારતી
 • ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ
 • ધારાસભ્ય અજેય યાદવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો