નિષ્ણાત ડોક્ટરની સલાહભરી ચેતવણી:‘હવે જો તકેદારી નહીં રાખીએ તો પીક વખતે ગયા વર્ષની તુલનાએ કોરોનાના કેસ ત્રણ ગણાથી વધુ નોંધાઈ શકે છે’

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું, ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ચેતવું જરૂરી છે

છેલ્લાં 21 માસમાં કોરોનાની બે લહેર દરમિયાન ઘણાંએ પોતાના કે નજીકના સ્વજનો-મિત્રો ગુમાવ્યા છે. હાલ કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દરેક લોકો માટે ચેતવાનો સમય આવી ગયો છે. હાલ જેટલાં પણ કોરોના કેસ સામે આવે છે, તેમાં ડેલ્ટા વેરિયન્ટ-ઓમિક્રોન વેરિયન્ટ બંને પ્રકારના સંક્રમિત દર્દી જોવા મળે છે.

શહેરના જાણીતા ડૉક્ટરો સાથે ‘ભાસ્કર’એ વાત કરી અને પ્રજાને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી તમામ ડૉક્ટરોનો એક જ અભિપ્રાય રહ્યો અને તેમણે ભાર મૂકીને કહ્યું કે, ‘હવે ચેતવાનો સમય આવી ગયો છે. ભીડ-મેળાવડામાં જવાનું લોકોએ ટાળવું જોઈએ તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું. જેમણે રસી લેવાની હોય તેમને લઈ લેવા ડૉક્ટરોએ આગ્રહ કરીને કહ્યું કે, જે લોકોએ રસી લીધી હશે તેને કોરોના થશે તો પણ ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નહીં પડે.

બે મહિના સુધી સાચવવાની જરૂર છે
જે વ્યક્તિને હજુ પહેલી કે બીજી રસી લેવાની બાકી હોય તે સત્વરે લઈ લે. જેમણે રસી લીધી હશે તેમને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ સામે રક્ષણ મળશે. રસી લીધી હશે તો વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂર તો નહીં પડે, અને મૃત્યુની શક્યતા પણ ઘટી જશે. મોટા ગેધરિંગમાં જવાનું ટાળવું જોઈએ, હજુ બે માસ ચેતવાની જરૂર છે. - ડો.તેજસ પટેલ, સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય

ગામડાં સુધી કેસમાં વધારો થઈ શકે છે
કોરોનાનો પીક 25 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન આવશે. જો તકેદારી નહિ રખાય તો પીક વખતે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણાથી વધુ કેસ નોંધાઈ શકે છે. કેસ પણ ખૂબ વધશે, પરંતુ દર્દીને હોસ્પિટલાઈઝ કરવાની જરૂર નહીં પડે. પહેલાં મોટા શહેરોમાં, ત્યારબાદ નાના શહેરોમાં અને પછી ગામડાં સુધી કેસ વધી શકે છે. - ડૉ.દિલીપ માવળંકર, ડાયરેક્ટર-IIPH

મેળાવડામાં જવાનું લોકોએ ટાળવું જોઈએ
કેસ વધવાની શરૂઆત થઈ છે એટલે ચેતવાનો સમય આવી ચૂક્યો છે. લોકોએ મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ અને ભૂલ્યા વગર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. હાલ ભલે માઈલ્ડ કેસ આવી રહ્યાં હોય, પણ કેસ વધતાં સમય લાગી શકે નહીં. તે માટે જો લોકો જાગૃત બનશે તો કેસને વધતા અટકાવી શકાશે. - ડૉ.અમી પરીખ, પ્રોફેસર–એસવીપી

અન્ય સમાચારો પણ છે...