તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનોદ સપ્તાહ:જો વિનોદ ભટ્ટ હયાત હોત તો આ કોમેન્ટ કરતાં- કોરોના કોરો ના જવો જોઈએ, ભજીયા ખવડાવી મોકલજો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ કોરોના છે એ કોરો ના જવો જોઈએ હો. ભજીયા, દાળવડા ખવડાવીને એને વિદાય અપાય. જોકે આપણે અમદાવાદી મહેમાનગતિએ જઈએ ત્યારે ઘેર જવાનું નામ નથી લેતા એવું કોરોનાનું છે. જો વિનોદ ભટ્ટ આજે હયાત હોત તો આપણને આવી વાત કરતાં. આ શબ્દો છે સાહિત્યકાર ભાગ્યેશ જહાના. સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે સાહિત્યસભાના ઉપક્રમે ઓનલાઇન પ્લેટફોર્મ પર  ‘વિનોદસપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે બુધવારે 'તમે યાદ આવ્યા' અંતર્ગત ભાગ્યેશ જહા, કવિ તુષાર શુકલએ વિનોદ ભટ્ટ સાથેના સંસ્મરણો તાજા કર્યા. તેમણે વાઈરસને હંફાવવા હાસ્યરસ કાફી છે તેમ પણ કહ્યું.
વિનોદ ભટ્ટના ચોગ્ગા છગ્ગા માટે લોકો છેક સુધી બેસતાં
‘દરેક કાર્યક્રમમાં વિનોદ ભટ્ટનું અંતિમ વ્યાખ્યાન એટલે હોય છે કે એમના ચોક્કા છગ્ગા પછી કોઈ બેટ્સમેન (વક્તા) ચાલતા ન હતા. આમ તો લોકો શરૂઆતમાં મજા પડે એવા વક્તા ન હોય તેમ છતાં વિનોદ ભટ્ટને સાંભળવા છેક સુધી બેસી રહેતા. -ભાગ્યેશ જહા, સાહિત્યકાર

અન્ય સમાચારો પણ છે...