ભાસ્કર એક્સપ્લેઇનર:લોન સાથે રેપોરેટ કન્વર્ટ નહીં હોય તો નુકસાન થશે, જો કે બેન્કને તો ફાયદો જ છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારાની શરૂઆત કરી છે, જ્યારે આરબીઆઇ વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવી રહી છે. પરંતુ દેશની ટોચની બેન્કો રિઝર્વ બેન્કની અવગણના કરી વ્યાજદર વધારાની શરૂઆત કરી ચૂકી છે. દેશની અગ્રણી બેન્ક એસબીઆઇએ MCLR દર 0.10 ટકા વધાર્યો છે જેના કારણે ઓક્ટોબર 2019 પહેલાની તમામ હોમ, ઓટો તથા પર્સનલ લોન મોંઘી થશે. SBIના 25 લાખ લોન ધારકોએ વર્ષે 2500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો કે બેન્કને તેનાથી વર્ષે 1250 કરોડની કમાણી થશે. એક્સિસ તથા બેન્ક ઓફ બરોડાએ પણ 0.05 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટ યથાવત રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બેન્ક એસબીઆઈએ એમસીએલઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે 15 એપ્રિલથી લાગૂ થશે. એસબીઆઇએ અત્યાર સુધીમાં કુલ 18 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે જેમાં 65-70 ટકા લોન ઓક્ટોબર-2019 પહેલાની છે જેને ધ્યાનમાં લેતા જૂની લોન પર વ્યાજદરમાં ઇફેક્ટ આવશે જ્યારે નવી લોન રેપોરેટ સાથે સંલગ્ન હોવાથી જ્યાં સુધી રેપોરેટ નહીં વધે ત્યાં સુધી લોન ધારકોને રાહત રહેશે.

પ્રશ્નઃ CLRનો વધારો તમામ લોનધારકોને અસર કરશે?
જવાબઃ ના, આરબીઆઇ દ્વારા ઓક્ટોબર 2019 પછી તમામ લોનને રેપોરેટ સાથે સાંકળી લેવામાં આવી છે. જેના અનુસંધાને ઓક્ટોબર-2019 પહેલાની લોન પર એમસીએલઆરમાં વધઘટની તુરત જ અસર થાય છે. MCLRમાં વધારો જૂની લોનના ગ્રાહકોને અસર કરશે.

પ્રશ્નઃ કઇ બેન્કોને MCLR વધવાથી કેટલો ફાયદો?
જવાબઃ ઓક્ટોબર 2019 પછીની લોન રેપોરેટ સંલગ્ન થઇ ચૂકી છે. જે પૂર્વેની લોન MCLR આધારિત હતી. અત્યારે કુલ લોન વિતરણમાં 65-70 ટકા લોન MCLR આધારિત છે જે તમામ પ્રકારની લોન મોંઘી થશે, જે ગ્રાહકોએ લોન રેપોરેટ સાથે કન્વર્ટ નથી કરાવ્યો તેમને નુકસાન થશે. જોકે એની સામે બેન્કોને તો ફાયદો જ થશે.

પ્રશ્નઃ આગામી બે વર્ષમાં રેપોરેટ 2 ટકા વધી 6 ટકા થઇ શકે
જવાબઃ વૈશ્વિક સ્તરે જે રીતે વ્યાજદર વધારો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્ક પણ આગામી જૂનથી વ્યાજદર વધારો અમલી કરી શકે છે અને તબક્કાવાર બે વર્ષ સુધીમાં રેપોરેટ 4 ટકાથી વધારી 6 ટકા સુધી લઇ જાય તેવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...