તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If There Is Evidence, IT Is Allowed To Re assess, He Said If New Evidence Is Found After The Assessment, The Taxpayer's Case Can Be Reopened.

હાઇકોર્ટનો ચુકાદો:પુરાવા હોય તો ITને નવેસરથી આકારણી મંજૂરી, કહ્યું - એસેસમેન્ટ થઈ ગયા પછી નવા પુરાવા મળે તો કરદાતાનો કેસ ફરીથી ખોલી શકાય છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • એસેસમેન્ટ પછી કેસ રિઓપન થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરદાતાના એસેસમેન્ટનું એક વખત એસેસમેન્ટ કર્યા પછી તેને રિઓપન કરવાની સત્તા મળી છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કરદાતાએ ખોટી રીતે ખરીદી કરી હોવાના પુરાવા હોય તો એસેસમેન્ટ રિઓપન કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે ઘણા બધા આવા કેસ ફરી ખૂલી શકે છે. આ ચુકાદાના કારણે હવે કરદાતાઓના એસેસમેન્ટ રિઓપન કરીને ટેક્સની જવાબદારી ઊભી કરવામાં આવશે. તાજેતરમાં કરદાતાએ એસેસમેન્ટ થઇ ગયું હોય પછી રિઓપન કરવાની કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.

કરદાતાના કેસમાં બે વર્ષમાં કરેલી બોગસ ખરીદીની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને અન્ય બીજા ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવવામાં આવે તેવા કિસ્સામાં બે વર્ષના એસેસમેન્ટ રિઓપન કરી શકે છે. સીમેથ મશીનરીના કેસમાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, એક વખત એસેસમેન્ટ થઇ ગયું હોય તે પછી જો ઇન્કમટેક્સ અધિકારી પાસે મહત્વના પુરાવા હાથમાં આવે તો અધિકારી કરદાતાની ફાઇલ ફરી ખોલી શકે છે.

આ માટે ઇન્કમટેકસ અધિકારીએ સાબિત કરવું પડશે કે, તેને મળેલી માહિતી વિશ્વાસ પાત્ર છે અને ટેકસ ચોરી તેમાં સામેલ છે. તેવા કિસ્સામાં કરદાતાનું એક વખત એસેસમેન્ટ થઇ ગયું તો બીજી વખત ફરી એસેસમેન્ટ કરવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરી શકશે. આમ હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બીજા કરદાતાઓની બોગસ ખરીદી અને મિલકતોના ખરીદ વેચાણના કિસ્સામાં કરદાતાની આકરણી કરી ટેક્સ કલેકશનમાં વધારો કરશે.આ ચુકાદાથી સંબંધિત કરદાતા પર નવેસરથી ટેક્સની જવાબદારી આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...