હેલ્થકેર એવોર્ડ 2021:સેવાની ભાવના હશે તો પ્રોફેશન, કરિયર અને મની સામે ચાલીને આવશે: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિપ પ્રાગ્ટય કરતા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાત  રાજ્યના આરોગ્યમંત્રી રિષિકેશ પટેલ, એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ, દિવ્યભાસ્કર ગુજરાતના સીઓઓ સંજીવ ચોહાણ - Divya Bhaskar
દિપ પ્રાગ્ટય કરતા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાત  રાજ્યના આરોગ્યમંત્રી રિષિકેશ પટેલ, એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ, દિવ્યભાસ્કર ગુજરાતના સીઓઓ સંજીવ ચોહાણ

દિવ્યભાસ્કર દ્વારા હેલ્થકેર એવોર્ડ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી રિષિકેશ પટેલ, મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી અને દિવ્ય ભાસ્કર ગુજરાતના સીઓઓ સંજીવ ચૌહાણ, સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા. સમાજ કલ્યાણ ક્ષેત્રે નિ:સ્વાર્થભાવે પ્રશંસનીય કામગીરી કરનારા 21 ડૉક્ટર્સને સન્માનિત કરીને તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકરે ડૉક્ટર્સને સંબધોન કરતા જણાવ્યું હતું કે ડૉક્ટર્સને જેટલું સલામ કરીએ તે ઓછી છે. ડૉક્ટર્સ પૃથ્વી પર દેવદૂત છે. ડૉકટર પ્રોફેશન એ નોબલ પ્રોફેશન નહીં ડિવાઇન પ્રોફેશન છે કોરોનાકાળમાં ડૉક્ટર્સે સેવાનો એક આદર્શ પૂરો પાડ્યો છે. અને સેવાનો અભિગમ જ આપણાં સૌને આગળ લઇ જઇ શકે છે, સેવાના કાર્યથી પ્રગતિની નવી દિશા કઇ રીતે મળે છે તેમને કેટલાક ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી હતી. તેમણે ઓડિયન્સમાં બેઠેલા દરેક વ્યકિતને સેવાનો અભિગમ રાખવા અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે સેવાની ભાવના હશે તો પ્રોફેશન, કરિયર અને મની સામે ચાલીને આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમાજમાં 3 વ્યવસાય અખબાર, ડૉક્ટર અને શિક્ષક લોકોને હંમેશા સેવા માટે પ્રેરણા આપે છે. દિવ્ય ભાસ્કરના હેલ્થકેર એવોર્ડ અંગે તેમણે જણાવ્યું હતંુ કે આ સન્માન એ માત્ર અહીં બેઠેલા ડૉકટર્સનું નહીં પણ આખી ડૉક્ટર ફેટરનિટીનું સન્માન છે.

USAની મિશીગન યુનિ.નો રિપોર્ટ- સેવા કરવાથી ઇમ્યુનિટી વધે છે
સેવાની ભાવનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. - યુનિવર્સિટી ઑફ મિશીગન એ 10 વર્ષ સુધી એક સર્વે કર્યો, 10 વર્ષના સર્વે પછી યુએસએની મિશીગન યુનિવર્સિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો બીજાને મદદરૂપ થવુ એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, બીજાનું જ્યારે સારું ઇચ્છો છે કે સારું કરો છો ત્યારે હ્રદય મજબૂત થવાની સાથે ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. આ વાત સાયન્ટિફિકલી સાબિત થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...