તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી)એ જીએસટીના ડાયરેકટરોને જણાવ્યું છે કે, જે કરદાતા જીએસટીઆર-1 અને 3બી રિટર્ન ફાઇલ કરતા હોય અને તેમાં તફાવત હોય તેવા કિસ્સામાં તેમના નંબર રદ કરી દેવા.
કરદાતાઓ દ્વારા જીએસટી રિટર્નમાં દેખાતી ક્રેડિટમાં તફાવત હોય, જીએસટીઆર-1 ભરવામાં આવતું હોય અને 3બી રિટર્ન ફાઇલ ન કરતા હોય તેમજ ટેકસ ભરવામાં તફાવત આવતો હોય આવા કિસ્સામાં જીએસટી અધિકારી તાત્કાલીક પગલા લઇને જીએસટી નંબર રદ કરાવી શકે છે. આ ઉપરાંત નંબર રદ કરવા માટે કરદાતાને શો કોઝ નોટિસ આપશે. આ નોટીસનો જવાબ કરદાતાએ 30 દિવસમાં આપવાનો રહેશે. જો કરદાતા દ્વારા નોટીસનો જવાબ નહીં આપે તો નંબર રદ કરી દેવામાં આવશે. જો કરદાતા જવાબ આપે અને અધિકારીને જરૂર લાગે તો કરદાતાના સ્થળ પર જઇ તપાસ કરશે. સ્થળ તપાસ બાદ જરૂર લાગે તો નંબર ચાલુ રાખવા માટે ઓર્ડર કરશે.
આમ જીએસટી ડિપાર્ટમેન્ટ કરદાતાએ બે રિટર્ન ભરવામાં ડિફોલ્ટ હોય, બે રિટર્નમાંથી એક ભર્યું હોય અને એક ન ભર્યું હોય, બે રિટર્ન વચ્ચે તફાવત હોય, તેમજ લીધેલી ક્રેડિટમાં અસંગતતા હોય તેવા કિસ્સામાં તેમનો નંબર તાત્કાલીક રદ કરી દેવામાં આવશે. આમ સરકારના આ પગલા દ્વારા જે કોઇ કરદાતાઓ રિટર્ન નથી ફાઇલ કરતા તેમના નંબર કજ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ આવા કરદાતાઓ પાસેથી કરેલી ખરીદીની ક્રેડિટ પરત કરવી પડશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.