• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If There Are More Students, Colleges Will Run In Two Shifts Just Like The School; Attendance Is Not Mandatory For The Student But Parental Approval Is Required

કોલેજોને ગાઈડલાઈન મોકલાઈ:વધુ વિદ્યાર્થી હશે તો સ્કૂલની જેમ કોલેજો પણ બે શિફટમાં ચાલશે; વિદ્યાર્થી માટે હાજરી ફરજિયાત નથી પણ વાલીની મંજૂરી જરૂરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોમવારથી ફર્સ્ટ યરના ક્લાસ શરૂ કરવામાં આવશે

સોમવારથી શરૂ થતા કોલેજના પ્રથમ વર્ષના વર્ગો માટે દરેક યુનિવર્સિટીએ કોલેજોને ગાઈડલાઈન મોકલી આપી છે. વધુ વિદ્યાર્થી હશે તો કોલેજો સ્કૂલોની માફક બે શિફ્ટમાં ચલાવી શકશે. વિદ્યાર્થીઓ માટે કોલેજમાં હાજર રહેવું ફરજિયાત રહેશે નહીં, સાથે જ કોલેજોમાં પ્રવેશ માટે વાલીઓની મંજૂરી જરૂરી છે.

જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું હતું કે, કોલેજોને પરિપત્ર કરીને કોરોના ગાઈડ લાઈન અમલ કરવા જણાવાયું છે જે કોલેજમાં હોસ્ટેલ હશે તે તમામ કોલેજો એક રૂમમાં બે વિદ્યાર્થીઓને રાખવાના રહેશે. દરેક વિદ્યાર્થીને આરોગ્ય સેતુ એપ ફેસ માસ્ક અને સેનેટાઈઝર નો વારંવાર ઉપયોગ કરવા માટે ની સૂચના અપાય છે. દરેક કોલેજ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેના પર ખાસ દેખરેખ રખાશે.

વિદ્યાર્થીને બોલાવવાનો નિર્ણય કોલેજ લેશે
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજોને પોતાના વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે કરવું તેનો નિર્ણય કોલેજો પર છોડાયો છે. કારણ કે ઘણી કોલેજોમાં વધુ સંખ્યાને કારણે વિદ્યાર્થીઓને બે કરતા વધુ શિફ્ટમાં બોલાવવાની શક્યતા ઊભી થઈ શકે છે. > હિમાંશુ પંડ્યા, વી.સી. ગુજરાત યુનિવર્સિટી