તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • If The Wife Did Not Pay Rs 50 Lakh, The Married Husband Fled To America Overnight, Previously Married In The US For A Green Card And Remarried After Getting The Card.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પત્નીએ 50 લાખ ન આપ્યા તો પતિ રાતોરાત અમેરિકા ભાગી ગયો, અગાઉ ગ્રીનકાર્ડ માટે USમાં લગ્ન કર્યા અને કાર્ડ મળતાં ફરી લગ્ન કર્યા

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગ્રીનકાર્ડ મેળવવા માટે યુવકે અમેરિકન યુવતી સાથે લગ્ન કરી, ગ્રીનકાર્ડ મેળવી છૂટાછેડા લીધાનું કહીને અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ યુવતીને યુએસ લઈ જવા માટે રૂ.50 લાખની માગ કરી હતી. યુવતી પૈસા ન આપી શકતાં યુવક તેને મૂકીને અમેરિકા જતો રહ્યો હતો. ત્યારબાદ સાસરિયાંએ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

વાસણાના સ્વામીનારાયણ પાર્ક-2માં રહેતી ક્રિષ્ના પટેલ(ઉં.32)એ લગ્નની વેબસાઈટ પર બાયોડેટા મૂકતાં, ઘાટલોડિયા વાલ્કેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો પિનાંક જીતેન્દ્ર પટેલ પરિચયમાં આવ્યો હતો. ત્યારે પિનાંક યુએસમાં હતો અને ગ્રીનકાર્ડ માટે રોબેટા ચેન્ટેલી નામની યુવતી સાથે લગ્ન કરી ગ્રીનકાર્ડ આવી જતાં રોબેટાથી છૂટાછેડા લીધાં હોવાનું કહીને પિનાંકે ક્રિષ્ના સાથે માર્ચ-19માં લગ્ન કર્યાં હતા. ત્યારબાદ ક્રિષ્નાને અમેરિકા લઈ જવા માટે તેણે રૂ.50 લાખ માંગ્યા હતા. જોકે ક્રિષ્ના પૈસા ન આપી શકતા પિનાંક એકલો યુએસ જતો રહ્યો હતો. ત્યારબાદ પિનાંકના પરિવારે દહેજ માટે ક્રિષ્નાને હેરાન કરી ઘરમાંથી કાઢી હતી. ક્રિષ્નાએ પતિ, સાસુ-સસરા સહિતના સાસરી પક્ષના સભ્યો સામે ફરિયાદ કરી હતી.

હનીમૂન માટે ક્રિષ્નાના પિતાએ 2 લાખ આપ્યા હતા
ક્રિષ્ના અને પિનાંક હનીમૂન માટે સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડ ગયા હતા. જે માટે રૂ.2 લાખનો ખર્ચો થયો હતો. જોકે તે પૈસા પણ ક્રિષ્નાના પિતાએ આપ્યા હતા. ત્યારે પિનાંકે એવું કહ્યું હતું કે, લગ્ન માટે હું ઉતાવળમાં અમેરિકાથી આવ્યો છું એટલે પૈસા પણ લાવવાનું ભૂલી ગયો છું.

અન્ય એક બનાવ: પતિના મર્ડર બાદ ત્રાસ આપતા સાસુ, 2 નણંદ, દિયર સામે પત્નીની ફરિયાદ
જૂના વાડજમાં રહેતા હેતલબહેન(ઉં.23)ના પતિ મેહુલ રાવતનું વર્ષ 2019માં મર્ડર થયું હતું. જેથી તેમને સરકારી સહાયના રૂ.8.64 લાખ મળ્યા હતા. જોકે સાસુ નંદાબહેન, નણંદ રૂપા અને આરતી, હેતલના દીકરા પ્રિન્સને તેમને આપી પિયરે જવાનું કહેતા હતા. દિયર રાહુલ પણ પૈસાની માગ કરતો હતો. જેથી હેતલબહેને સાસુ, બે નણંદ, દીયર સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો