તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If The Whole House Is Destroyed By The Hurricane, It Will Give 95 Thousand, If It Is Partially Damaged, It Will Give 25 Thousand And If It Huts, It Will Give 10 Thousand.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય:વાવાઝોડાથી સંપૂર્ણ મકાન નાશ પામ્યુ હશે તો 95 હજાર આપશે, અંશતઃ નુકસાન થયું હશે તો 25 હજાર અને ઝૂંપડાઓને 10 હજાર આપશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડાની ફાઇલ તસવીર - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડાની ફાઇલ તસવીર

તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકસાન મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે આ મામલે કોર કમિટીને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનોથી માંડીને મકાનને થયેલા નુકસાન પ્રમાણે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં માઠી અસર થઈ છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારો મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા છે.

વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ પશુઓને રાખવાની જગ્યા સંપૂર્ણ રીતે નાશ પામી હતી - ફાઇલ તસવીર
વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ પશુઓને રાખવાની જગ્યા સંપૂર્ણ રીતે નાશ પામી હતી - ફાઇલ તસવીર

તાઉ’તે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. આ મામલે હવે સરકાર સરવે કરશે અને ત્યારબાદ શહેરી વિકાસ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ અસરગ્રસ્તોને મદદ કરશે. હાલ રાજ્ય સરકાર સરવેનું કામ પૂરજોશમાં થાય તેવા પ્રયત્નો કરી રહી છે. કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો નીચે મુજબ છે.

કેટલાય લોકોના ઘરની છત વાવાઝોડાને કારણે તૂટી ગઈ હતી - ફાઇલ તસવીર
કેટલાય લોકોના ઘરની છત વાવાઝોડાને કારણે તૂટી ગઈ હતી - ફાઇલ તસવીર
  • રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય આપવામાં આવશે.
  • અંશત: નુકસાન પામેલા કાચા-પાકા મકાનો એટલે કે છાપરાં-નળીયાં ઉડી ગયા હોય, દિવાલ ધરાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય આપવામાં આવશે.
  • વાવાઝોડાને કારણે જે ઝૂંપડાઓ નાશ પામ્યાં છે તેમને 10,000ની સહાય આપવામાં આવશે.
  • પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાંને થયેલા નુકસાન માટે 5000ની સહાય આપશે.

બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું હતું?
નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, અધિક મુખ્ય સચિવો, પંકજ કુમાર, એ.કે. રાકેશ, એમ. કે. દાસ તેમજ અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને વરિષ્ઠ સચિવ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...