તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સિનિયર સિટીઝને રિટર્ન ન ભરવું હોય તો આઈટીની સાઈટ પર ડેકલેરેશન જરૂરી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિનિયર સિટીઝનને અપાયેલી મુક્તિ મર્યાદાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો પછી નિર્ણય

ઇન્કમટેક્સે પરિપત્ર કરી જે સિનિયર સિટીઝનની આવક ટેક્સેબલથી ઓછી હોય અને રિટર્ન ભરવામાંથી મુક્તિ ઈચ્છતા હોય તો તેમણે ડેકલેરેશન ફોર્મ ફાઇલ કરવું પડશે. કર મુક્તિ મર્યાદાના દુરૂપયોગની ફરિયાદો પછી આ સુધારો થયો છે.

કોઇ સિનિયર સિટીઝનની આવક 1 લાખ સુધી થાય ત્યાં સુધી તેમને ઇન્કમટેક્સમાંથી કરમુક્તિ મળે છે. એટલે કે જો કોઇ સિનિયર સિટીઝનની આવક કરમુક્તિથી આવક કરતા ઓછી હોય તેવા સિનિયર સિટીઝને રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી રહેતી નથી. આમ આવા કરદાતાને ઇન્કમેટક્સના ટેકસ સ્લેબમાં છૂટછાટ આપવામાં આવી હતી. આવા કરદાતાઓને થતી વ્યાજની આવક ઉપર કોઇ પણ પ્રકારનો ટીડીએસ ના કપાય તે માટે ઇન્કમટેક્સનું 15 જી નામનું ફોર્મ બેન્ક અથવા વ્યાજ આપનારને આપવાની જોગવાઇ હતી. આનાથી સિનિયર સિટીઝનને કરમુક્તિ મેળવીને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ મળે છે.

પરંતુ આનો ઘણા લોકો ગેરલાભ ઉઠાવતા હોય અને ઘણા સિનિયર સિટીઝનની આવક કરમુક્તિ કરતા વધારે હોય તેઓ 15જી નામનું ફોર્મ બેન્કમાં ભરીને ટીડીએસમાંથી મુક્તિ મેળવતા હતા. જેને લઇને સિનિયર સિટીઝનને આપેલી મુક્તિને ગેરલાભ લેવાતો હતો. આવી પ્રવૃતિ ઉપર કન્ટ્રોલ કરવા માટે સીબીડીટીએ પરિપત્ર કરીને કરદાતાને ઇન્કમટેક્સની વેબસાઇટ ઉપર ડેકલેરેશન ફાઇલ કરવું પડશે. જેમાં સિનીયરસિટીઝન ઇન્કમટેકસમાંથી કરમુક્તિ મેળવવા માંગે છે અને તેમની આવક કરમુક્તિ મર્યાદાથી ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...