• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If The Pilgrimage Is Limited To The Locality, 400 People Can Participate, Only 15 People And 1 Vehicle Can Be Taken Out Of The Procession.

ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો:જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે; જમાલપુરથી ખમાસા, ભદ્ર, રિલીફરોડ થઇને મીરઝાપુર જશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદા
  • સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી
  • આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે
  • સરકારે જાહેરનામું બહાર પાડી અમદાવાદમાં 25, સુરતમાં 16 અને રાજકોટમાં 9 વિસ્તારોમાં જુલૂસની મંજૂરી આપી

નવરાત્રિની જેમ જ ઈદ એ મિલાદના જુલૂસમાં પણ રાજ્ય સરકારે 400 માણસો અને 1 વાહનને મંજૂરી આપી છે. જમાલપુરથી નીકળનારુ આ જુલૂસ ખમાસા, વીજળીઘર થઇને સાંજે મીરઝાપુર પહોંચશે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ, એસઆરપીના જવાનો સહિત 12 હજાર જેટલા પોલીસ અધિકારી - કર્મચારી બંદોબસ્તમાં તહેનાત રહેશે.

ગુજરાત સરકારે ઇદ-એ-મિલાદના જુલૂસને લઇને સુધારા સહિતનું જાહેરનામું બહાર પાડી હવે તેમાં 400 લોકો હાજર રહી શકે તેવું જણાવ્ચું છે. જોકે આ 400 વ્યક્તિઓ તે શરતે જોડાઇ શકશે કે જ્યારે આ જુલૂસ માત્ર એક જ વિસ્તાર પૂરતું મર્યાદિત રહે અને અન્ય વિસ્તારોમાં તે ફરે નહીં. આ અગાઉ રવિવારે ગુજરાત સરકારે માત્ર 15 વ્યક્તિઓ એક વાહનમાં જ જુલૂસ કાઢી શકશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું.

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંજૂરી મળી
ઈદે મિલાદુન્નબી કમિટીના કન્વીનર રફીકભાઈ નગરીએ જણાવ્યું હતું કે, જુલૂસમાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાશેે. ઈમામમુફતી શબ્બીર અહેમદ સિદ્દીકી, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલ સહિતના આગેવાનો હાજર રહેશે.

12 હજાર પોલીસ કર્મચારી સ્ટેન્ડ ટુ કરાયા

13ડીસીપી
24એસીપી
70પીઆઈ
225પીએસઆઈ
6000પોલીસ કર્મી
3000હોમગાર્ડ
6કંપની એસઆરપી
6ક્યુઆરટીની ટીમ
78શી ટીમ

નવરાત્રીના તહેવારમાં રાજ્ય સરકારે શેરી, સોસાયટી અને ફલેટોમાં 400 માણસોને રાસ - ગરબા રમવા માટે મંજૂરી આપી હતી. તેવી જ રીતે 19 ઓકટોબરે આવી રહેલા ઇદ-એ-મિલાદના તહેવારના જુલૂસમાં પણ 400 માણસને મંજૂરી આપવા માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરજાદાએ મુખ્ય મંત્રીને રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ઈદના જુલૂસમાં 400 માણસોને સામેલ થવાની મંજૂરી આપી છે. ઇદ-એ-મિલાદનું જુલૂસ મંગળવારે સાંજે 4.30 વાગ્યે જમાલપુરથી નીકળીને ખમાસા, ભદ્ર, રિલીફરોડ, વીજળીઘર, ખાનપુર થઇને મીરઝાપુર પહોંચશે.

આ અંગે કંટ્રોલ ડીસીપી ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, જો જુલૂસ એક જ વિસ્તારમાં નીકળવાનું હશે તો તેમાં 400 માણસને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવાનું હશે તો તેમાં માત્ર 15 વ્યક્તિ અને 1 વાહનને મંજૂરી આપવામાં આવી છે. ઇદ-એ-મિલાદનો તહેવાર શાંતિ પૂર્ણ રીતે ઊજવાય તે માટે તમામ વિસ્તારોમાં 12 હજાર જેટલા પોલીસ - સુરક્ષા કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે.

ખેડાવાલા-ગ્યાસુદ્દીન સહિત 3 MLAએ રજૂઆત કરી હતી
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તથા મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનોએ સરકારને રજૂઆત કરી હતી કે હાલ કોરોના નિયંત્રણમાં છે અને જાહેર કાર્યક્રમોમાં 400 વ્યક્તિઓને મંજૂરી છે, તેવાં સંજોગોમાં ઇદ-એ-મિલાદના જુલૂસમાં પણ 400 લોકોને મંજૂરી મળવી જોઇએ. મુસ્લિમ સમાજના આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના ગૃહવિભાગે અમદાવાદમાં 25થી વધુ, સૂરતમાં 16 અને રાજકોટમાં 9 વિસ્તારોમાં જુલૂસ કાઢવા માટેની પરવાનગી આપી છે.

આ 8 શહેરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ
9 દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો હતો. સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.

શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપી હતી
આ પહેલા નવરાત્રી મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નહોતી.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.