• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If The People Of The State Do Not Strictly Follow The Guidelines Of Corona, Janmashtami, Navratri And Diwali Will Have To Be Celebrated At Home Again.

તો ઘરમાં જ તહેવાર:જો જનતા બેફામ બનશે તો જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઊજવવી પડશે, સરકાર ફરી પ્રતિબંધો લાદી શકે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કોરોનાના કેસો વધશે તો ફરી નિયંત્રણો લાદવાની મુખ્યમંત્રીએ પણ ચેતવણી આપી છે

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં જ ધંધા-રોજગાર સહિત બજારો ખૂલવા લાગ્યાં છે. પરિણામે, ઉત્સવ પ્રિય અને હરવાફરવા અને જમવાના શોખીન ગુજરાતીઓ બિનધાસ્ત બની મોજમજા કરી રહ્યા છે. એ જોતાં ત્રીજી લહેરનો ડર પણ વધવા લાગ્યો છે. આ સંજોગોમાં જો જનતા કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ફરી એકવાર ગુજરાતની પ્રજાએ નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ કરવી પડશે.

બીજી લહેર બાદ ફરી કેસમાં વધારો થયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચેતવણી આપી છે કે દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેને કારણે દેશમાં નોંધાતા દૈનિક કેસની સંખ્યા પણ વધી રહી છે. એવામાં રાજ્યમાં જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય સરકાર નિયંત્રણો ફરી કડક કરી દેશે. એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. એવામાં જો રાજ્યમાં પણ કોરોનાના કેસ વધશે તો નિયંત્રણો ફરીથી લાદવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.

ગયા વર્ષે કોરોના દરમિયાન લોકોએ ઘરમાં જ ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી હતી.
ગયા વર્ષે કોરોના દરમિયાન લોકોએ ઘરમાં જ ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરી હતી.

મુખ્યમંત્રીએ ઈશારામાં ચીમકી આપી
મુખ્યમંત્રીએ ઈશારામાં ચીમકી આપી છે કે બેફામ બની કોરોના સંબંધિત નિયમોનો ભંગ થયો, જાહેર જગ્યાઓએ તહેવાર સમયે ભીડ થઈ અને ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું તો રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે એને પરત લઈ લેશે અને કડક નિયમો લાગુ કરી દેશે.

કોરોનાના કેસો દિવાળી બહુ વધ્યા હતા.
કોરોનાના કેસો દિવાળી બહુ વધ્યા હતા.

ફરી એકવાર કોરોના ફૂંફાડો મારી શકે છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રક્ષાબંધન, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉન અને પ્રતિબંધોને કારણે તહેવારો મનાવી શકાયા નથી, હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને વિશ્વભરમાં ત્રીજી લહેરની શરૂઆત થવા લાગી છે. એવા સમયે ગુજરાતમાં જો કોરોના ગાઈડલાઈન્સનો પ્રજા સ્વયં અમલ નહીં કરે તો ફરી એકવાર કોરોના ફૂંફાડો મારી શકે છે.

અમદાવાદના માર્કેટમાં લોકો નિયમોનું ભાન ભૂલ્યાં
અમદાવાદના માર્કેટમાં લોકો નિયમોનું ભાન ભૂલ્યાં

લોકો જાતે જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યાં છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થયો હતો. આ દરમિયાન કોરોનાના કેસો હજારોની સંખ્યામાં નોંધાતા હતાં. લોકો બીજી લહેરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. પરંતુ બીજી લહેર શાંત થયા બાદ કોરોના ઓસરતાં સરકારે ફરી વાર અનલોકની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરમિયાન લોકોને જાણે કોરોના જેવું કશું છે જ નહીં એમ બિંદાસ્ત પણે માર્કેટમાં ફરતાં જોવા મળ્યાં હતાં. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. અમદાવાદમાં કાલુપુર, માધુપુરા જેવા માર્કેટમાં પણ લોકો કોરોનાને ભુલીને માસ્ક વિનાજ ફરતાં જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...