તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • If The Passenger Does Not Have The Report Of RTPCR Test, He Will Have To Undergo A Compulsory Test At A Cost Of Rs. 800. He Will Have To Sit At The Airport Till The Report Is Received.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન:મુસાફર પાસે RTPCR ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો 800 રૂપિયા ખર્ચી ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે, રિપોર્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટમાં બેસવું પડશે

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર
 • RTPCRનો રિપોર્ટ આવતા અંદાજીત 6થી 8 કલાક જેટલો સમય લાગે છે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા એરપોર્ટને લઈને વધુ એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, હવે મુસાફરો પાસે ફરજિયાત RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ. જો નહીં હોય તો એરપોર્ટમાં 800 રૂપિયા આપી ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે અને જ્યાં સુધી રિપોર્ટ આવશે નહીં ત્યાં સુધી બહાર નહીં આવવા દેવામાં આવે. આ ઉપરાંત રાજ્ય સરકારે એરલાઇન્સને પણ સલાહ આપતા જણાવ્યું છે કે, મુસાફરો બેસે તે પહેલા જ તેમનો રિપોર્ટ નેગેટિવ છે કે નહીં તે ચેક કરવું જોઈએ અને જો રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને મુસાફરી કરવા દેવી હિતાવહ છે. આ સાથે જ રાજ્ય સરકારે તમામ એરલાઇન્સને આ ગાઇડલાઇન ફોલો કરવા સૂચના આપી દીધી છે.

ગુજરાતની બહારના મુસાફરોનું સઘન ચેકિંગ ચાલુ
મહત્વનું છે કે, આ પહેલા રાજ્ય સરકારે ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે. સાથે સાથે ગુજરાત રાજ્યમાં આવતા તમામ મુસાફરોનો RTPCR કોરોના નેગેટીવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેથી આસપાસના રાજ્યોથી ગુજરાતને જોડતી તમામ બોર્ડર, રેલવે સ્ટેશન અને એરપોર્ટ વગેરે સ્થળોએ મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે.

RTPCR રિપોર્ટ આવતા 6થી 8 કલાક લાગે
ગુજરાત બહારથી આવેલા લોકો માટે પણ RTPCRનો છેલ્લા 72 કલાકનો નેગેટીવ રિપોર્ટ રાખવો આવશ્યક છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, RTPCRનો રિપોર્ટ આવતા અંદાજીત 6થી 8 કલાક જેટલો સમય લાગતો હોય છે. જેથી હવે જો મુસાફરી કરવી હોય તો RTPCRનો ટેસ્ટ પહેલા જ કરાવી લેવો જોઈએ. નહીં તો એરપોર્ટ પર જ 6થી 8 કલાક ટેસ્ટ કરાવી રિપોર્ટની રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો