તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

કોરોના વાઇરસના અમદાવાદમાં કોટ વિસ્તાર બાદ જ્યાં સૌથી વધુ કેસ આવ્યા છે એવા બહેરામપુરામાં એક જ પરિવારના દસ સભ્યોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. પોઝિટિવ દર્દીઓના પરિવારજનનો આક્ષેપ છે કે જ્યારે બે વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ દેખાયા ત્યારે કોર્પોરેશનમાં ટેસ્ટ માટે ગયા હતાં. હેલ્થ અધિકારીએ ટેસ્ટ કરવાની ના પાડી મોકલી દીધાં હતાં જેના કારણે એક પોઝિટિવ દર્દી હોવાના લક્ષણ છતાં સમયસર ટેસ્ટ ન કરતાં બીજા સભ્યોને પણ ચેપ લાગ્યો છે.

પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવવો પડ્યો
ગુજરાત જનતા જાગૃતિ મંચ પ્રમુખ રજનીકાંતભાઇએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બહેરામપુરામાં ત્રણ માળના મકાનમાં મારા ત્રણ મામાનો પરિવાર રહે છે મોટા મામાની પુત્રવધુ અપેક્ષા કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટથી ફાર્માસિસ્ટ તરીકે જોબ કરે છે. બીજા નંબરના મામા અને અપેક્ષાના પતિને લક્ષણો દેખાતા કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને ટેસ્ટ કરાવવા વિનંતી કરી હતી તો મેડીકલ ઓફિસર ડો.ગીતેશ પટેલે ના પાડી દીધી હતી. જેથી મામાના દીકરા ચિરાગ પાલોદરાએ પ્રાઈવેટ લેબમાં રિપોર્ટ કરાવતા એનો રિપોર્ટ પોઝીટીવ આવતા એની પત્ની અપેક્ષાનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો અને લાંબી માથાકૂટ બાદ અન્ય સભ્યોના રિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં અપેક્ષા સહિત દસ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ સભ્યોને SVP સિવિલ હોસ્પિટલ અને નિકોલ ખાતે રાખવામાં આવ્યા છે. આ બનાવથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સામે ઘણા સવાલો ઉદભવે છે

પોઝિટિવ સાથે કામ કરનાર લોકોના ટેસ્ટ ક્યારે થશે?
અપેક્ષા ફાર્માસિસ્ટ તરીકે જે કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટર ઉપર ફરજ બજાવતી હતી એની આજુબાજુના વિસ્તારોના અર્બન હેલ્થ સેન્ટરો બંધ હોવાથી રોજ 300ની ઓપીડી રહેતી હતી. તો આ તમામ લોકોના ટેસ્ટ કોર્પોરેશન કરશે?. અપેક્ષા સાથે કામ કરતા કર્મચારીઓને પણ હજી ક્વોરન્ટીન કરવામાં આવ્યા નથી કે તેમના ટેસ્ટ કરવામાં આવ્યાં નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો