તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવઢવ:રાત્રિ કર્ફ્યૂ નહીં હટે તો મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ સમયે વિવાદ થઈ શકે

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવો કે હટાવી દેવો તે અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી સાથેની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવશે. જો કે, અધિકારી સૂત્રોનું કહેવું છે કે, હાલ રાત્રે 11થી સવારે 6 વાગ્યા કર્ફ્યુનો અમલ છે તે મુજબ યથાવત્ રાખવામાં આવશે.

જો કે, આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી પણ છે. તે ઉપરાંત આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ યોજાનાર છે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ યોજાનાર છે.

ઉપરાંત સ્ટેડિયમમાં 50 હજાર જેટલા દર્શકો અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવનાર છે. આ સંજોગોમાં કર્ફ્યૂ હોવાને કારણે દર્શકોને ભારે મુશ્કેલી પડી શકે તેવી સંભવિત શક્યતાઓ નકારી શકાય તેમ નથી અને કર્ફ્યુના કારણે પોલીસ અને સ્ટેડિયમમાંથી નીકળનારા પ્રક્ષેકો વચ્ચે બબાલ થવાની પણ શક્યતા છે.

જો કે, અધિકારીઓનું કહેવું છે કે, કર્ફ્યૂ હટાવવો કે નહીં તેનો નિર્ણય મુખ્યમંત્રી કહેશે તે મુજબ લેવાશે. પરંતુ છેલ્લે થયેલી ચર્ચા મુજબ કર્ફ્યુ યથાવત્ રાખવા માટેનો સંકેત મળ્યો છે. છેલ્લા એક મહિનાથી કર્ફ્યૂનો સમય 11થી 6 કરાયો છે. આ પહેલાં રાત્રે 10થી વાગ્યાથી કર્ફ્યુ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો