રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં છે. આજે આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થઈ વિરોધ કરી રહ્યાં હતાં. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે રોક્યાં હતાં.
પોલીસે શિક્ષકોને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવ્યાં
અમદાવાદના સારંગપુરમાંવ શિક્ષકો ભેગા થઈ બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં હતાં. શિક્ષકોની માંગ છે કે તમામ શિક્ષકોને જુની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે. જિલ્લાના શિક્ષકોની જેમ 4200 ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. શિક્ષકો રોડ પર વિરોધ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકીને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવ્યાં હતાં.
શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરશે
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે પેન્શન સહિતના લાભ ન મળે તો શિક્ષકોને મુશ્કેલી પડે છે. સમાન કામ છે છતાં શિક્ષકોના વેતનમાં ફેરફાર છે. અમારી માંગણીઓને લઈને અમે રજુઆત કરી છે છતાં માંગણીઓ પુરી નહીં થાય તો રાજ્યના 1.50 લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.