નવરાત્રિ:સરકાર હા પાડે તો, નિયમો સાથે ગરબા રમાડવા તૈયાર આયોજકો

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આયોજકો એક મંચ પર : છેલ્લી અરજ અમારી સુણજો રે સરકાર! - Divya Bhaskar
આયોજકો એક મંચ પર : છેલ્લી અરજ અમારી સુણજો રે સરકાર!
 • અનલોક-4ની જાહેરાત પહેલા ગુજરાતના 40 આયોજકોની બેઠક

અનલોક-4ના એનાઉન્સમેન્ટ સાથે નવરાત્રી થશે તેવા સંકેત છે. તે પહેલા નવરાત્રીના આયોજકોએ પણ સરકારને રૂબરૂ જઈ ગરબા આયોજન કરવા અંગે અરજ કરી હતી. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ ગુજરાતના 60 હજાર કરતા વધારે ગરબા આયોજકો, સાઉન્ડ સીસ્ટમ, ડેકોરેશન સહિતના લોકો વતી મિટીંગ કરીને સરકારને નવરાત્રીમાં ગરબાના આયોજનો થાય જ તેવી છેલ્લી અરજ કરી છે. નાના-મોટા 40 આયોજકો ભેગા થયા હતા.

60 હજારને રોજગારી મળે છે
ડેકોરેશન, લાઈટ, ઢોલી જેવા અસંગઠિત ક્ષેત્રના 60 હજાર લોકોને રોજગારી મળે છે. રૂ. 50 લાખથી બે કરોડ ગરબાના પ્રોજેક્ટ હોય છે. પાંચ મહિનાથી બધું બંધ છે ત્યારે કેટલાક રીક્ષા ચાલાવે છે તો કેટલાકે લારી કરી દીધી છે. ગરબાના મોટા આયોજનની પરવાનગી મળે તો અનેકનું ગુજરાન ચાલે. -ગ્રીષ્મા ત્રિવેદી, આયોજક

નિયમો સાથે ગરબા કરીશું

અમે અમદાવાદમાં 7 જેટલા પ્લેસ પર ગરબા કરાવીએ છીએ. 4 મહિના તૈયારીમાં લાગે છે. હવે એ દોઢ મહિનામાં કરવું પડશે જે ઓછો સમય છે તેમ છતાંય આયાજન કરીશું કોરોના સંક્રમણ ના ફેલાય તેનું ધ્યાન રાખીને સેનિટાઈઝર ટનલ બનાવવાથી તમામ નિયમો પાડીશું-દેવાંગ ભટ્ટ, એમેઝોન ઇવેન્ટ્સ

નોરતાની 9 રાતમાં આ છે આયોજકોના સરકારને 9 વચન

 1. અમે પરમિશન કરતા અડધાને જ પ્રવેશ આપીશું.
 2. ઇમ્યુનિટી વધે એટલે સ્ટોલ પર ઉકાળા વહેંચીશું.
 3. માસ્ક અને સેનિટાઇઝર આપીશું.
 4. ગરબાના એવા સ્ટેપ્સ જેમાં અંતર જળવાય તે રીતે ગરબા રમાડીશું.
 5. પાસ લેવા માટે રૂબરૂ નહીં પણ ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવીશું.
 6. કાર પાર્કિંગમાં પણ અંતર જળવાય તેવા નિયમો કરીશું.
 7. ખેલૈયાઓ પોતાના બ્લોકમાં રમે તેવી વ્યવસ્થા કરીશું.
 8. ભીડ એકઠી ના થાય માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વચ્ચે વધારે અંતર રાખીશું.
 9. એન્ટ્રી ગેટ પર જ સેનિટાઇઝર ટનલ બનાવીશું.
અન્ય સમાચારો પણ છે...