તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉચ્ચ તાલીમબદ્ધ ઘોડાઓના તબેલાના સ્થાન ફેરવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને સરકારી અધિકારીઓ સામે નારાજગી દર્શાવી હતી.
ગત ઓગસ્ટ મહિનામાં હાઈકોર્ટે સરકારને કરેલા આદેશ બાદ પણ યોગ્ય પગલાં નહીં લેવાતા અને મુદત માગતા કોર્ટે સરકારને આડે હાથ લીધી હતી. ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારી ઓફિસરોની કામ નહીં કરવાની આદતોને ટપારતા એવી ટકોર કરી હતી કે, કોર્ટનો સમય વેડફાઈ રહ્યો છે. કોર્ટ આદેશ કરે છતાં સરકાર કેમ પગલાં નથી લેતી. તમારા અધિકારીઓ કામ ન કરે તો તેને સસ્પેન્ડ કેમ નથી કરી દેતા? તમારા ઓફિસરોને શું કરવું તેની ખબર ન પડતી હોય તો હોમ સેક્રેટરીને કહો કે આવા અધિકારીઓ સામે પગલાં લે. તમે એમને સાચવો છો શું કામ? સરકારને આ ટેવ પડી ગઇ છે.
ઘોડાઓને તાલીમ આપવા અને તેમને રાખવા માટે પ્રાણીઓને અનુકૂળ જગ્યા ફાળવવા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની સુનાવણી દરમિયાન સરકાર તરફે એમેન્ડમેન્ટ ફાઇલ કરવા સમય માગતા કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી. કોર્ટે સરકારને જવાબ રજૂ કરવા માત્ર 24 કલાકનો સમય આપ્યો છે.
2 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધુંઃ કોર્ટ
સરકારી અધિકારીઓ કોર્ટ ઓફસિરના આદેશને હળવાશથી લેવાની વૃતિ સુધારશે નહીં તો તમારે સાંભળવું પડશે. તમે દરેક વાતની જવાબદારી કેમ લો છો? તમારા અધિકારીઓ તમને ગાંઠતા નથી? તેમના નોનસેન્સ વર્તન સામે કેમ પગલાં લેતાં નથી.આ કેસમાં કોર્ટે સમાધાન કરાવવા બે વર્ષની મહેનત કરી તેના પર સરકારી અધિકારીઓની બેદરકારીએ પાણી ફેરવી દીધું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.